નાની કડીના વ્રજ એપાર્ટમેન્ટના ખુલ્લા પાર્કિંગમાં ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો

નાની કડીના વ્રજ એપાર્ટમેન્ટના ખુલ્લા પાર્કિંગમાં ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો
Spread the love

નાની કડી વિસ્તારમાં આવેલા વ્રજ એપાર્ટમેન્ટ ના ખુલ્લા પાર્કિંગમાં દિલાવરખાન પઠાણ નામનો બુટલેગર વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી ને આધારે કડી પોલીસે રેડ કરી વિદેશી દારૂ ભરેલી ગાડી કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. દારૂના વેચાણ માટે બુટલેગરો અવનવા કિમીયા અપનાવતા જોવા મળે છે ત્યારે નાની કડી નો બુટલેગર વ્રજ એપાર્ટમેન્ટ ના ખુ પાર્કિંગની ખુલ્લી જગ્યામાં આસ્થા કન્સલ્ટસી ની ગાડીઓની બાજુમાં વિદેશી દારૂ ભરેલી ગાડી રાખી તેમાંથી છૂટક વેચાણ કરતો હતો જેની બાતમી કડી પોલીસ ને થતા કડી પી.આઈ.ડી.ડી.સોઢા ની સૂચનાથી વાય.એચ.રાજપૂત અને આર.આઈ.પરમાર ની ટીમે રેડ કરી વ્રજ એપાર્ટમેન્ટ ના પાર્કિંગ ની ખુલ્લી જગ્યામાં આસ્થા કન્સલ્ટની ગાડીઓની જોડે પાર્ક કરેલી મારૂતિ ૮૦૦ (GJ 01HH 9611) ગાડીમાંથી વિદેશી દારૂ ના અલગ અલગ માર્કાવાળી બોટલ નંગ-૯૦ કિ. આશરે રૂ.૫૩,૩૮૦/- અને ગાડી કિ.રૂ.૧,૦૩,૩૮૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસ ની રેડ દરમ્યાન દારૂનો વેપાર કરતા બંને બુટલેગર ફરાર થયી ગયા હતા. કડી પોલીસે નાનીકડીના બુટલેગર પઠાણ દિલાવરખાન અને પઠાણ ફરદીનખાન વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

IMG-20200809-WA0014.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!