ડાંગ : પોલીસ વડા તરીકે રવિરાજસિંહ જાડેજાએ વિધિવત રીતે પદભાર સંભાળી લીધો

ડાંગ : પોલીસ વડા તરીકે રવિરાજસિંહ જાડેજાએ વિધિવત રીતે પદભાર સંભાળી લીધો
Spread the love

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા થોડા દિવસ પૂર્વે આઈ.પી.એસ.અને એસ.પી.એસ કક્ષાનાં પોલીસ અધિકારીઓને બદલીની સાથે બઢતી આપી હતી.જે બદલી અને બઢતીમાં ડાંગ જિલ્લાનાં પોલીસ વડા શ્રીમતિ સ્વેતા શ્રીમાળીની જામનગર જિલ્લામાં એસ.પી તરીકે બદલી થતા તેઓની ખાલી પડેલ જગ્યાએ ગાંધીનગર ખાતે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં એસ.પી.તરીકે ફરજ બજાવતા રવિરાજસિંહ જાડેજાની નિમણૂક થતા ગતરોજ ડાંગ જિલ્લામાં નવનિયુક્ત પોલીસ વડા તરીકે રવિરાજસિંહ જાડેજાએ પદભાર સંભાળી લીધો હતો.

ડાંગ જિલ્લામાં નવનિયુક્ત પોલીસ વડા તરીકેનો પદભાર સંભાળી લેનાર એસ.પી.રવિરાજસિંહ જાડેજાનું ડાંગ નાયબ પોલીસ અધિક્ષકોમાં જે.આઈ.વસાવા, આર.ડી. કવા તથા એલ.સી.બી પી.એસ.આઈ પી.એચ.મકવાણા,સાપુતારા પી.એસ.આઈ.એમ.એલ.ડામોર,વઘઇ પી.એસ.આઈ.ડી.ડી.વસાવા,સુબીર પી.એસ.આઈ.બી. આર.રબારી. આહવા.પી.એસ.આઈ.પી.એમ.જુડાલ,ડાંગ ટ્રાફીક પી.એસ.આઈ.જયેશભાઇ વળવી સહિતનાં પોલીસ અધિકારીઓએ સોસિયલ ડિસ્ટનસિંગ જાળવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતુ.

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

Screenshot_20200809_210258.JPG

Admin

Vanraj Pavar

9909969099
Right Click Disabled!