સિંધી સમાજનું ગૌરવ : મનુભાઈ આસનાણી

સિંધી સમાજનું ગૌરવ : મનુભાઈ આસનાણી
Spread the love
  • મનુભાઈ આસનાણીએ કોરોના કાળમાં ૨૦૦થી વધુ લાશોના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા

ડીસા: જ્યારે કોઈ લાશ પાસે જતું નહોતું ત્યારે ડીસાના મનુભાઈ આસનાણી લાશોને પોતાની ગાડીમાં સ્મશાને લઈ જતા પરિવારજનો નજીકથી દાહ આપતા અચકાતા ત્યારે તેઓ માટે દસ ફૂટ લાંબા વાંસની પણ વ્યવસ્થા પણ કરતા હતા કોરોનાએ દહેશત એવી સર્જી કે સગા દીકરા પણ પિતાની લાશને અડવાનીના પાડી દેતા હતા એવામાં ૧૧ વર્ષની ઉંમરથી બિનવારસી લાશોની અંત્યેષ્ટિ કરતા તેઓની જવાબદારીઓ કોરોનાકાળમાં અત્યંત વધી ગઈ ૧૧ હજારથી વધુ લાશોની હિન્દુ સંસ્કૃતિ મુજબ અંતિમવિધિ કરનાર મનુભાઈ આસનાણીએ એપ્રિલ મહિનામાં જ કોરોનાથી પહેલી મહિલાના મોતની અંત્યેષ્ટિ પીપીઇ કિટ પહેરીને કરી હતી જે બાદ 200થી વધુ લાશો માત્ર એક માસ્ક પહેરીને જ અંતિમ ક્રિયા કરી હતી કોરોનાની અંતિમવિધિ કરી એટલે લોકોએ ૬ મહિના અંતર રાખ્યું હતું.

૧૧ વર્ષનો હતો ત્યારે પહેલી ચિતા સળગાવી હતી આજે ૪૧ વર્ષમાં ૧૧ હજાર કરતા વધુ લાશોની અંતિમવિધિ સહિતની કામગીરી કરી છે સળગતી લાશ આસપાસ જ્યારે હું મારી જાતને એકલો જોઉં છું ત્યારે ક્યારેક આંખો ભરાઈ જાય છે. કોરોનાની લાશની અંતિમક્રિયા કરતો હોવાથી અનેક લોકોએ ૬ મહિનાથી મારી સાથે અંતર બનાવી દીધું હતું મને કોઈ બોલાવતા નહીં ઘરના રૂપિયા ખર્ચીને વસ્તુઓ લાવી હશે પણ ક્યારેય કોઈ પાસે હાથ લંબાવ્યો નથી સરકારે સન્માન પણ ઘણી વખત કર્યું છે. મનુભાઈ આસનાણીએ કોરોનાકાળમાં વીરતા પૂર્વક સેવાકાર્ય કરીને સિંધી સમાજનું નામ રોશન કરવા બદલ અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના રાષ્ટીય અધ્યક્ષ આદરણીયશ્રીઓ: કાળુભાઈ સુખવાણી, ઉપા-અધ્યક્ષ કિશોરભાઈ મોરંડા, જનરલ સેક્રેટીય વાસુદેવ ગોલાણી, તેમજ સુરતના આદરણીયશ્રીઓ: ચેરમેન ઠાકોરભાઈ ક્રિષનાણી,મુલચંદ ટેકચંદના ચેરમેન તુલસીભાઈ મગનાણી, અને સુરતમિત્ર અખબારના તંત્રી વિનોદ મેઘાણીએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

0ca7404b-28f4-4fa1-99c5-3941c71422f9.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!