સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન ખુલ્લુ મૂકાયું

સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન ખુલ્લુ મૂકાયું
Spread the love
  • પ્રથમવાર સિન્થેટિક ડાયમંડને રજૂ કરવામાં આવ્યાં

સુરતચેમ્બર દ્વારા બી ટુ બી ધોરણે એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યુંધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન’સુરત સ્પાર્કલ–21નું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબિટર્સ અને બાયર્સને સીધો બિઝનેસ મળી રહે તે માટે આ વખતે પણ ચેમ્બર દ્વારા બી ટુ બી ધોરણે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ માટે યોજાયેલા પ્રદર્શનમાં પ્રથમવાર સિન્થેટિક ડાયમંડને પણ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે.

ભંડેરી લેબગ્રોન ડાયમંડના કો-ચેરમેન પ્રકાશ ભંડેરીનું માનવું છે કે સીવીડી ડાયમંડ ને લઈને સમગ્ર વિશ્વમાં કૃતિ વધી રહી છે. સિન્થેટિક ડાયમંડ બનાવતી દેશની 8 કંપનીઓ પૈકી પાંચ સુરતની છે સુરતમાં સૌથી વધુ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ આવેલી છે. જો સુરતમાં મોટા પાયે સિન્થેટિક ડાયમંડ બને અને જ્વેલરી મેન્યુફેક્ચર કંપની ઓ તેનો મહત્તમ ઉપયોગ કરશે તો આવનાર દિવસોમાં લાખો લોકોને રોજગારી પ્રાપ્ત થશે.બિઝનેસ માટે એક્ઝિબિશન જરૂરી જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના ચેરમેન કોલીન શાહે જણાવ્યું હતું કે, કોઇપણ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે તેમજ ઉદ્યોગકારો માટે એક્ઝિબિશન ખૂબ જ મહત્વનું હોય છે.

એક્ઝિબિશનમાં જ નવા બાયર્સ મળે છે અને સપ્લાયરની સાથે મિટીંગ પણ કરી શકાય છે. બિઝનેસ માટેનું આખું નેટવર્ક ઉભું કરી શકાય છે અને નોલેજ પણ વધારી શકાય છે. એક્ઝિબિશનમાં જુદા–જુદા પ્રોડકટ વિશે માહિતી મળે છે અને તેને આધારે ઉદ્યોગકારો પોતાની પ્રોડકટને વધુ સારી બનાવી શકે છે. બિઝનેસ પાર્ટનર્સ માટે પણ એક્ઝિબિશન જરૂરી છે, ત્યારે સુરત સ્પાર્કલ થકી જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રના ઉદ્યોગકારોને ચોકકસપણે વધુ લાભ મળી રહેશે.સિન્થેટિક ડાયમંડનું કટ અને પોલીશીંગ થાય છે. દુબઇ સિટી ઓફ ગોલ્ડના વાઇસ ચેરમેન ચંદુભાઇ સિરોયાએ જણાવ્યું હતું કે, સુરતના લોકોએ ડાયમંડ થકી આખા વિશ્વને કાબૂમાં કરી લીધું છે.

ખૂબ જ સારા મેન્યુફેકચરર્સ સુરતમાં છે. હવે તો નેચરલ ડાયમંડની સાથે સિન્થેટીક ડાયમંડ પણ માર્કેટમાં આવી ગયા છે ત્યારે ભારતમાં કુલ 4 લાખમાંથી 1 લાખ સિન્થેટીક ડાયમંડ એકમાત્ર સુરતમાં કટ એન્ડ પોલીશ્ડ થાય છે. ભારત પાસે હેન્ડ મેડ જ્વેલરીની જે કલા છે તે વિશ્વમાં કોઇની પાસે નથી, જેને સમગ્ર વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી શકાય છે. પણ એના માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની જરૂર છે. ઓનલાઇન સિસ્ટમ થકી જ આ બાબત શકય થઇ શકશે. તેમણે કહયું કે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી 80 ટન જ્વેલરી દુબઇથી એકસપોર્ટ થાય છે.

untitled_1613824953.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!