સીટી બસ સ્ટેન્ડ શ્રમિકોના ઘર

સીટી બસ સ્ટેન્ડ શ્રમિકોના ઘર
Spread the love

સુરતમાં સીટી બસ સ્ટેન્ડ શ્રમિકોના ઘર તરીકે ઑળખાય તો નવાઈ નહીં
સુરતમાં તંત્રએ બસ સ્ટેન્ડની ડિઝાઇન અને લોકેશન માટે લાખો રૂપિયા ખર્ચીને એજન્સીને કામગીરી સોંપી હતી સેપ્ટ નામની સંસ્થા પાસે બસ સ્ટેન્ડ બનાવવા માટે સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી.લાખો કરોડો રૂપિયા ખર્ચીને પણ શાસકોની અણઘડ નીતિથી આ પ્રકારના બસ સ્ટેન્ડ હાલ બિનઉપયોગી સાબિત થઇ રહ્યા છે

મહાનગરપાલિકા તેના સ્માર્ટ વહીવટ માટે જાણીતી છે. સુરત કોર્પોરેશન એક એવી કોર્પોરેશન છે જેણે શહેરને ઝીરો સ્લમ સીટી બનાવી છે.લાખોના ખર્ચે બનાવેલા બસ સ્ટેન્ડ શ્રમિકોના કાયમી ઘર બની ગયા સુરતમાં મહાનગરપાલિકા તેના સ્માર્ટ વહીવટ માટે જાણીતી છે. સુરત કોર્પોરેશન એક એવી કોર્પોરેશન છે જેણે શહેરને ઝીરો સ્લમ સીટી બનાવી છે. સુરત મનપા રાજ્યમાં ગરીબોને સૌથી વધારે આવાસ બનાવી આપનારી અગ્રેસર મનપા પણ હશે.

પણ આ પાલિકાએ ફક્ત ગરીબ લોકોને આવાસો જ નથી આપ્યા પણ ફૂટપાથ પર પણ સાડા પાંચ લાખના ખર્ચે પણ ઘર કરી આપ્યા છે.શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનના નામે સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી છે અને તેના માટે લોકોને બસ પકડવા સુવિધા મળી રહે તે માટે બસ સ્ટેન્ડ પણ બનાવ્યા છે. પણ આશ્ચર્યની વાત એ છે કે

આ બસ સ્ટેન્ડ હવે શ્રમિક અને ફૂટપાથ પર રહેતા લોકો માટે મકાન જેવા જ સાબિત થયા છે અને આ મકાન જેવા તેવા પણ નહીં તેની કિંમત છે સાડા પાંચ લાખ રૂપિયા સુરત જેવા શહેરમાં આટલી કિંમતમાં એક નાનું મકાન ખરીદી શકાય છે. પણ સુરતની સ્માર્ટ કોર્પોરેશને સ્માર્ટ વહીવટના ભાગરૂપે સાડા પાંચ લાખ રૂપિયાના ખર્ચે એક બસ સ્ટેન્ડ તૈયાર કર્યું છે.

એવું તો શું છે આ બસ સ્ટેન્ડમાં, જેના માટે આટલા રૂપિયા ખર્ચ કરવા પડ્યા. આ એવા બસ સ્ટેન્ડ છે જ્યાં ન તો બસનું કોઈ ટાઈમ ટેબલ છે. ના તો કોઈ મુસાફર બેસી શકે તેવી કોઈ વ્યવસ્થા કેટલાક બસ સ્ટેન્ડ તો એવી જગ્યાએ છે જ્યાં બસ ઉભી રહેતી જ નથી. જ્યારે કેટલાક બસ સ્ટેન્ડ એવી જગ્યાએ છે જેની આગળ અન્ય વાહનોનું જ પાર્કિંગ એટલું બધું છે

જેના લીધે ના તો મુસાફરોને બસ દેખાઈ શકે છે. ના તો બસના ડ્રાઇવરને મુસાફર દેખાઈ શકે છે. સામુહિક પરિવહન સેવા માટે મોટા ઉપાડે બનાવી દીધેલા બસ સ્ટેન્ડ લોકોની સુવિધા વધારવાના બદલે મુશ્કેલી વધારી રહ્યા છે. –

 

રિપોર્ટ: વિનોદ મેઘાણી-સુરત

d4a30078-8185-44f4-a21c-9b6ed4c239c2.jpg

Advertisement
Vinod Meghani

Vinod Meghani

Right Click Disabled!