પાલીવાલ ટોન્ડ મિલ્ક ગુણવત્તામાં હલકું નીકળ્યું, વેપારી અને ઉત્પાદકને દંડ

પાલીવાલ ટોન્ડ મિલ્ક ગુણવત્તામાં હલકું નીકળ્યું, વેપારી અને ઉત્પાદકને દંડ
Spread the love
  • હલકી ગુણવત્તાના કાળા મરી વેચતા લીમડીના વેપારીને પણ દંડ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ. જે. દવેએ ફટકાર્યો દંડ

દાહોદમાં વેંચાતા પાલીવાલ ફ્રેશ હોમોજીનાઇઝડ ટોન્ડ મિલ્ક નિયત ગુણવતાના માપદંડોમાં ઉણું ઉતરતા તેના વિક્રેતા અને ઉત્પાદકોને દંડ ફટકારવામાં આવ્યા છે. લીમડીના કરિયાણાના વેપારીને સબસ્ટાન્ડર્ડ કાળા મરી વેચવા બદલ દંડ કરાયો છે. વિગતો એવી છે કે, નગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી પી. આર. નગરાવાલાએ ગત્ત જાન્યુઆરી-૨૦ માસમાં ચાકલિયા રોડ સ્થિત રામપ્યારી પ્રોવિઝન સ્ટોર ખાતેથી પાલીવાલ ફ્રેશ હોમોજીનાઇઝડ ટોન્ડ મિલ્કના નમુના લીધા હતા. આ નમૂના પૃથક્કરણ માટે ભૂજ સ્થિત ફૂડ એનાલિસ્ટને મોકલવામાં આવ્યા હતા.

ભૂજ આ દૂધનું વૈજ્ઞાનિક ઢબે પૃથક્કરણ કરવામાં આવતા આ ટોન્ડ સબસ્ટાન્ડર્ડ સાબિત થયું હતું. ફૂડ સેફ્ટીના નિયમો મુજબ દૂધમાં મિલ્ક સોલીડ નોટ ફેટ ૮.૫ ટકા હોવું જોઇએ. તેના બદલે પાલીવાલ ફ્રેશ હોમોજીનાઇઝડ ટોન્ડ મિલ્કમાં ૮.૦૩ ટકા ફેટ હતા. આ દૂધ હલકી ગુણવત્તાનું ફલિત થતા તેની સામે દાહોદમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. નિવાસી અધિક કલેક્ટર અને એજ્યુડીકેટિંગ ઓફિસર શ્રી મહેશ દવેએ આ કેસ ચલાવી લઇ હકીકતોને ધ્યાને લઇ દૂકાનના માલિક શ્રી વિનોદભાઇ ગારી ઉપરાંત ઉત્પાદક પેઢીના નોમિની શ્રી અમિતભાઇ પટેલ તથા લુણાવાડા સ્થિત ઉત્પાદક કંપની પાલીવાલ મિલ્ક પ્રોડક્ટને કુલ મળી રૂ. એક લાખ પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.

અન્ય એક કેસમાં લીમડી સ્થિત કરિયાણાના વેપારી જોહરભાઇ હસનભાઇ બિલવાનીવાળાને ત્યાંથી ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી એન. આર. રાઠવાએ કાળા મરીના નમૂના લીધા હતા. જે ભૂજ સ્થિત પ્રયોગશાળામાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હતા. એમાં કાળા મરીમાં લાઇટ બેરીઝનું પ્રમાણ ૫ ટકાને બદલે ૬.૮ ટકા જણાયું હતું અને સબ સ્ટાન્ડર્ડ સાબિત થયા હતા. કેસમાં પણ શ્રી દવેએ વેપારીને રૂ. ૨૨ હજારનો દંડ ફટકાર્યો છે.

IMG-20210618-WA0035.jpg

Admin

Farhan Patel

9909969099
Right Click Disabled!