સાતમા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ૨૦ યોગ કોચ અને ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કરાયા

સાતમા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ૨૦ યોગ કોચ અને ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કરાયા
Spread the love

*સાતમા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ૨૦ યોગ કોચ અને ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કરાયા

અમરેલી : ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના ગામે ગામ જન જન સુધી યોગને પહોચાડવા યોગના કોચ અને ટ્રેનરોને તાલીમ બદ્ધ કરવામાં આવી રહ્યા છે.

આજે ૨૧ મી જુન ૨૦૨૧ સાતમાં યોગ દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ગાંધીનગર ખાતેથી યોગ કોચ અને ટ્રેનરોને પ્રમાણ પત્રો એનાયત કરવામાં આવ્યા જે સમગ્ર કાર્યક્રમ દરેક જીલ્લામાં કલેકટર કચેરીના વિડિયો કોન્ફરન્સ રૂમ ખાતેથી જીલ્લાના દરેક કોચ ટ્રેનરને ઓનલાઈન બતાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમરેલી જિલ્લાના તાલીમ પામેલા ૮ કોચ અને ૧૨ ટ્રેનરોને સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના વરદ હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રમત ગમત વિભાગના જિલ્લા યુવા વિકાસ અધિકારી વી.બી.પરમાર, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અશરફ આર.કુરેશી, પ્રાંત યુવા વિકાસ અધિકારી એ.બી.બારૈયા તથા શરદ અગ્રાવત દ્વારા જહેમત ઉઠાવેલ.

સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો,9426555756

IMG-20210621-WA0067-1.jpg IMG-20210621-WA0066-2.jpg IMG-20210621-WA0068-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!