રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના બોર્ડે રિલાયન્સ પાવર લિમિટેડના પ્રેફરન્શિયલ ઈશ્યુનું સબ્સ્ક્રિપ્શન મંજૂર કર્યું

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના બોર્ડે રિલાયન્સ પાવર લિમિટેડના પ્રેફરન્શિયલ ઈશ્યુનું સબ્સ્ક્રિપ્શન મંજૂર કર્યું
Spread the love
  • રિલાયન્સ ઈન્ફ્રાને એટ પાર શેર દીઠ રૂ. 10ના ભાવે રિલાયન્સ પાવરના શેરો મળશે
  • રિલાયન્સ ઈન્ફ્રા અને અન્ય પ્રમોટરોનો ઈક્વિટી હિસ્સો રિલાયન્સ પાવરમાં 24.98ટકા સુધી વધશે
  • રિલાયન્સ ઈન્ફ્રાનું રિલાયન્સ પાવરમાં વ્યાજ સહિત રોકાણ રૂ. 1325 કરોડ રહેશે, જે ઈક્વિટી શેરો અને વોરન્ટોમાં પરિવર્તિત કરાશે
  • રિલાયન્સ ઈન્ફ્રાના શેરહોલ્ડરોને પણ રિલાયન્સ ઈન્ફ્રા સાથે રિલાયન્સ પાવરના ફાઈનાન્શિયલ અકાઉન્ટના એકીકરણમાંથી લાભ થશે
  • રિલાયન્સ ઈન્ફ્રા અને અન્ય પ્રમોટરોનો ઈક્વિટી હિસ્સો રિલાયન્સ પાવરમાં વોરન્ટોના કન્વર્ઝન પછી લગભગ 38 ટકા સુધી વધુ વધશે
  • રિલાયન્સ ઈન્ફ્રાના 8 લાખ શેરહોલ્ડરોને રિલાયન્સ પાવરના પ્રેફરન્શિયલ ઈશ્યુના કંપનીના સબ્સ્ક્રિપ્શન પર ઉચ્ચ મૂલ્ય નિર્મિતીમાંથી લાભ થશે
  • રિલાયન્સ ઈન્ફ્રા અને અન્ય પ્રમોટરોને એટ પાર શેર દીઠરૂ. 10નું 38 ટકા શેરહોલ્ડિંગ મળશે, જે ગત શુક્રવારે શેર દીઠ રૂ. 12.50ના બંધ ભાવે 20 ટકા ડિસ્કાઉન્ટ છે

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (રિલાયન્સ ઈન્ફ્રા)ના બોર્ડ ઓફ ડાયરેક્ટરોએ આજે યોજાયેલી તેની મિટિંગમાં રૂ.1325 કરોડ સુધી એકત્રિત વ્યાજ સહિત બાકી ડેબ્ટના કન્વર્ઝન દ્વારા રિલાયન્સ પાવર લિમિટેડ (રિલાયન્સ પાવર)ના 59.5 કરોડ સુધી ઈક્વિટી શેરો અને ઈક્વિટી શેરોની સંખ્યાની સમકક્ષમાં કન્વર્ટિબલ 73 કરોડ સુધી વોરન્ટોના પ્રેફરન્શિયલ ઈશ્યુનું સબ્સ્ક્રિપ્શન આજે તેની મિટિંગમાં મંજૂર કર્યું હતું. રિલાયન્સ પાવર દ્વારા પ્રેફરન્શિયલ ઈશ્યુ સેબી (આઈસીડીઆર) નિયમન અનુસાર શેર દીઠ રૂ. 10ના ઈશ્યુ ભાવે કરવામાં આવશે.

રિલાયન્સ પાવરમાં રિલાયન્સ ઈન્ફ્રા અને પ્રમોટર ગ્રુપનું શેરહોલ્ડિંગ ઈક્વિટી શેરો જારી કર્યા પછી 25 ટકાથી વધી જશે અને વોરન્ટોના કન્વર્ઝન પછી લગભગ 38 ટકાથી વધુ વધશે. રિલાયન્સ પાવર ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની વીજ  નિર્મિતી અને કોલસાના સંસાધનોની કંપની છે. કંપની 5945 મેગાવેટ્સના સંચાલિત પોર્ટફોલિયો સાથે કોલસો, ગેસ અને નવીનીકરણક્ષમ ઊર્જા પર આધારિત ભારતમાં ખાનગી ક્ષેત્રમાં પાવર પ્રોજેક્ટોના વિશાળ પોર્ટફોલિયોમાંથી એક ધરાવે છે. પ્રેફરન્શિયલ ઈશ્યુ માટે સબ્સ્ક્રિપ્શન રિલાયન્સ ઈન્ફ્રાના 8 લાખ શેરહોલ્ડરો માટે ઉચ્ચ મૂલ્ય નિર્માણ કરશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!