વડોદરા પીઆઈએ પત્નીની હત્યા કરી લાશ સળગાવી, ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો

વડોદરા પીઆઈએ પત્નીની હત્યા કરી લાશ સળગાવી, ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો
Spread the love

વડોદરા પીઆઈની પત્ની ગુમ થયા બાદ પોલીસ દ્વારા તેનો ભેદ ઉકેલવામાં આવ્યો ન હતો. જેથી આ તપાસ રાજયના ગૃહમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. જેથી આજે આ કેસનો અંત આવી ગયો છે. આ કેસમાં આરોપી ખુદ પીઆઈ જ છે. પીઆઈ દ્વારા જ તેની પત્નીને મારી તેને સળગાવી દેવામાં આવી હતી.

વડોદરા PI ની પત્ની સ્વીટી પટેલ ગુમ થયા બાદ આ તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી જેથી ક્રાઈમ બ્રાન્ચે ખુબ જ ગુંચવાડા ભરેલો કેસ ઉકેલી નાખ્યો છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં ખુબ જ મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં સ્વીટીના પતિ અને એસઓજી પીઆઇ દ્વારા જ હત્યા કરી તેની સળગાવી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પોલીગ્રાફીક અને SDS ટેસ્ટ થઇ ચુક્યા છે. જો કે પીઆઇએ છેલ્લી ઘડીએ ઇન્કાર કરતા તેનો નાર્કોટેસ્ટ થઇ શક્યો નહોતો. આ અંગે પોતે માનસિક અને શારીરિક રીતે પોતે સ્વસ્થ નહી હોવાનું સામે આવ્યું છે.

વડોદરામાં SOG PI એ.એ દેસાઇની પત્ની સ્વિટી મહેન્દ્રભાઇ પટેલ 47 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. હવે આ કેસની તપાસ અમદાવાદ સિટી ક્રાઇમબ્રાંચ અને ATS ને સોંપવામાં આવી હતી. જેમાં એટીએસ દ્વારા ટેક્નીકલ સપોર્ટ આપવાનો હતો. જ્યારે ગુજરાત ક્રાઇમબ્રાંચ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી હતી. ક્રાઇમબ્રાંચની તપાસમાં સામે આવ્યું કે, અજય દેસાઇ દ્વારા જ સ્વીટી પટેલનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. જ્યારે અટાલીથી મળેતા હાડકા સ્વીટી પટેલનાં જ હોવાનું સામે આવ્યું છે.

IMG-20210724-WA0021.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!