કડીના સૂરજ ગામે જુગાર રમતાં 5 જુગારીઓ ઝડપાયા : મુદ્દામાલમાં પોલીસે કટકી કર્યાનો આક્ષેપ

કડીના સૂરજ ગામે જુગાર રમતાં 5 જુગારીઓ ઝડપાયા : મુદ્દામાલમાં પોલીસે કટકી કર્યાનો આક્ષેપ
Spread the love

જોટાણા તાલુકાના સૂરજ ગામમાં ખુલ્લા ખેતરના નેળિયામાં ટોર્ચ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા પાંચ જુગારીયાને કડી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યા હતા. શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે ધીરે ધીરે શ્રાવણીયો જુગાર ખીલી રહ્યો હોવાનો માહોલ જોવા મળી રહ્યો છે.જોટાણા તાલુકાના સૂરજ ગામમાં કડી પોલીસે ખાનગી બાતમી ને આધારે પાંચ જુગારીયાને ઝડપી પાડયા હતા.

સૂરજ ગામમાં મહાદેવ મંદિરની વાડીની સામે આવેલ ખુલ્લા ખેતરના નેળિયામાં કેટલાક ઈસમો અંગત આર્થિક ફાયદાસરુ જાહેરમાં ટોર્ચ લાઈટના અજવાળે તીનપત્તી નો જુગાર રમતા હોવાની કડી પોલીસને ખાનગી રાહે બાતમી મળતા પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરી જુગાર રમતા પાંચ ઇસમોને કોર્ડન કરી રોકડ રકમ રૂ.5220/- ત્રણ મોબાઈલ નંગ કી. રૂ.9000/- અને જુગાર રમવાના સાહિત્ય સાથે ઝડપી પડ્યા હતા. કડી પોલીસે પાંચેય ઈસમો વિરુદ્ધ જુગારધારા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલ જુગારીઓ

  1. ઠાકોર રોહિતજી વિષ્ણુજી (રહે. ભટાસણ રોડ, સૂરજ)
  2. ઠાકોર રાજાજી કુંવરજી (રહે .તળાવ વાળો વાસ,સૂરજ)
  3. ઠાકોર દીનેશજી ભાવાજી (રહે. મૂદેડાના રસ્તા ઉપર, સૂરજ)
  4. સમા મોહસીન બાપલમિયાં (રહે.રબારીવાસ પાસે, મેમદપુર)
  5. નાડીયા સંજયભાઈ બળદેવભાઈ (રહે. ઈન્દિરાનગર સોસા.પાછળ, સૂરજ)

કડી પોલીસે ઝડપાયેલા જુગારીયા પાસેથી મુદ્દામાલ અને જામીન આપવામાં કરી કટકી..!

કડી પોલીસે સુરજમાંથી ઝડપેલાં જુગારધામમાં આરોપીઓની અંગઝડતી દરમ્યાન મોટી રકમ નીકળી હોવા છતાં ફરીયાદમાં તદન નજીવી રકમનો ઉલ્લેખ કરી મુદ્દામાલમાં કટકી કરી હતી આ ઉપરાંત ઝડપાયેલા જુગારીયાઓને રાત્રે જ પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી ઘેર જવા માટે 6000 રૂ.ની દરેક જુગારીયા પાસેથી વસુલ કરી હોવાનો ઘટસ્ફોટ જુગારમાં પકડાયેલ આરોપીએ કરતા પોલીસ ની કામગીરી સામે સવાલો પેદા થયા છે.

IMG-20210710-WA0010.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!