જામનગર શહેર તથા જિલ્લામાં શરાબ પકડવા પોલીસના દરોડા

જામનગર શહેર તથા જિલ્લામાં શરાબ પકડવા પોલીસના દરોડા
Spread the love

જામનગર : જામનગર તેમજ જામજોધપુરના કોટડાબાવીસી, શેઠવડાળા અને હાપા તથા લાલપુરના માધુપુરમાંથી પોલીસે અંગ્રેજી શરાબની બોટલ કબ્જે કરી છે. એક શખ્સ પોતાના ખેતરમાં શરાબની અડધી બોટલ મૂકી નાસી ગયો છે. જ્યારે એક વાહનમાંથી પોલીસે છ બોટલ ઝબ્બે લીધી છે.

જામનગરના જનતા ફાટકથી ગોકુલનગર જવાના માર્ગ પર આવેલા રોઝી પેટ્રોલ પંપ પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં તિરૃપતિ સોસાયટીવાળા રિક્ષા ડ્રાઈવર કિરીટભાઈ મનસુખભાઈ વોરા નામના પટેલ શખ્સને પોલીસે શકના આધારે રોકાવી ચેક કરતાં તેના કબ્જામાંંથી શરાબની એક બોટલ મળી આવી હતી.

જામનગરના હાપામાં રહેતાં કેશુભાઈ હરજીભાઈ રાઠોડ નામના શખ્સને ગઈકાલે બપોરે પોલીસે શરાબની અડધી બોટલ સાથે પકડી પાડયો છે.

લાલપુર તાલુકાના માધુપુર ગામમાંથી ગણપતભાઈ નાગજીભાઈ ભટ્ટી નામના શખ્સની શરાબની બે બોટલ સાથે ધરપકડ કરાઈ છે.

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં ખેતર ધરાવતાં અમિત રમેશભાઈ લાલકીયા નામના ખેડૂતના ખેતરમાં ગઈકાલે શેઠવડાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી શરાબની અડધી બોટલ મળી આવી હતી. નાશી ગયેલા અમિત રમેશભાઈની શોધ શરૃ કરવામાં આવી છે.

જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામના પાટિયા પાસેથી ગઈકાલે બપોરે શેઠવડાળા ગામનો આરિફ હનિફ નોતિયાર નામનો શખ્સ નાનકડો ટ્રક લઈને જતો હતો. તેને રોકાવી પોલીસે તલાસી લેતાં તેના કબ્જામાંથી અંગ્રેજી શરાબની છ બોટલ મળી આવી હતી. શેઠવડાળા પોલીસે બોટલ, તેનું વાહન અને એક મોબાઈલ કબ્જે કરી આરિફની ધરકડ કરી છે.

રિપોર્ટ : કપિલ મેઠવાણી

લોકાર્પણ દૈનિક જામનગર

images-49.jpeg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!