ગુજરાત બોર્ડ સદસ્યની ચૂંટણી માટે હિંમતનગરમાં યોજાઈ ભવ્ય મિટિંગ

ગુજરાત બોર્ડ સદસ્યની ચૂંટણી માટે હિંમતનગરમાં યોજાઈ ભવ્ય મિટિંગ
Spread the love

આજરોજ હિંમતનગર મુકામે ગુજરાત બોર્ડની ચૂંટણીને અનુલક્ષીને મિટિંગનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના સંચાલક શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજની બેઠકમાં સુરતથી સંચાલક સંવર્ગના માન્ય ઉમેદવાર શ્રી દિપકભાઈ રાજ્યગુરુ તથા તેમના સાથી મિત્ર સવજીભાઈ અને મોરબી થી વાલી સંવર્ગના ઉમેદવાર શ્રી નિલેશભાઈ કુંડારિયા ના પ્રતિનિધિ શ્રી રમણીકભાઈ, નીલેશભાઈ તથા સાથી મિત્ર ઉપસ્થિત રહ્યા હતા.

આજની બેઠક ની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ સાબરકાંઠા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલે આમંત્રિત મહેમાનો નું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સભામાં ઉપસ્થિત સંચાલક સંવર્ગ ના ઉમેદવાર અને ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા શ્રી દિપકભાઈ રાજ્યગુરુ અને વાલી સંમેલન ઉમેદવાર શ્રી નિલેશભાઈ ના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલ રમણીકભાઈ નું પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા સ્વાગત સાબરકાંઠાના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલે અને અરવલ્લી જિલ્લા ના પ્રમુખશ્રી અતુલભાઈ પટેલ અને પ્રવક્તા વસંતભાઈ દ્વારા કરવામાં આવ્યુ હતું.

શ્રી સવજીભાઈ નું સન્માન શ્રી ધવલભાઇ દ્વારા, શ્રી ડી એલ પટેલ સાહેબનું સન્માન શ્રી સલીમભાઈ દ્વારા, શ્રી ભાનુભાઇ ભટ્ટ નું સન્માન ઇડર ના કમલેશભાઈ પટેલ દ્વારા, નરસિંહ દાદા નું સન્માન શ્રી ગૌરવભાઈ દ્વારા, મોડાસા થી હાજર રહેલા શ્રી રણછોડભાઈ નું સન્માન જયેશભાઇ દ્વારા તથા અરવલ્લી જિલ્લા ના પ્રમુખ શ્રી અતુલભાઈ પટેલ નું સ્વાગત શ્રી રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી દીપકભાઈ ને કમલેશભાઈ પટેલે મોમેન્ટો આપી અને મુસ્તકભાઈ એ સાલ દ્વારા સન્માન કર્યું હતું. આડિયલ પરિવાર ના તેજસભાઈ શાહ નું સ્વાગત વંસંતભાઈ અને ધવલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

આજ ના કાર્યક્રમમાં શ્રી ડી.એલ પટેલ સાહેબે ભૂતકાળ ના સંસ્મરણો ને વાગોળતા પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું અને બને ઉમેદવારો ને વોટ આપવા સૌ સંચાલક મિત્રો ને વિનંતી પણ કરી હતી. ત્યારબાદ જેમની રગે રગ માં શિક્ષણ દોડે છે એવા , મહામંડળ ના પ્રવક્તા શ્રી દીપકભાઈ રાજ્યગુરુએ શા માટે ચૂંટણીની અંદર સ્પષ્ટ, સત્યના પથ પર ચાલનાર, શિક્ષણના હિતમાં કામ કરનાર અને જેના હૃદયમાં બાળક, શિક્ષક અને સંચાલક કેન્દ્ર સ્થાને રહેલા હોય એવા ઉમેદવાર ને વિજયી બનાવવો જોઈએ એની ધારદાર રજૂઆત અને સમજ પણ આપી હતી.

ત્યારબાદ વાલી સંવર્ગમાંથી ઉમેદવારી નોંધાવેલ નિલેશભાઈ ના પાર્ટનર શ્રી રમણીકભાઈ એ વાલી સંપર્ક ની રૂપરેખા અને શા માટે નિલેશભાઈ ને વિજય બનાવવા જોઈએ તેની ચર્ચા પણ કરી હતી. ત્યારબાદ ideal પરિવારમાંથી ઉપસ્થિત તેજસભાઈ એ પોતાની રજૂઆત કરી હતી. કાર્યક્રમના અંતમાં અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી અતુલભાઈ પટેલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર શાળા માંથી ઉપસ્થિત રહેલ તમામ સંચાલક મિત્રો, મહેમાનશ્રીઓ અને મીડિયાકર્મીઓનો તથા આયોજકોનો વગેરેનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યકમનું સફળ સંચાલન શ્રી વસંતભાઈ પટેલ અને હર્ષદભાઈ એ કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રગીત ગાઈ બધા પ્રીતિ ભોજનમાં જોડાયા હતા અને દિપકભાઇ તથા નિલેશભાઈ ની વિજય યાત્રા ૨૮મી તારીખે ભવ્યથી ભવ્ય રીતે નીકળે એ માટેનો સંકલ્પ લીધો હતો. માઈક્રો પ્લાનિંગ કરી સાબરકાંઠા ના એક પણ સંચાલક મિત્રોને મળવાનું બાકી ન રહી જાય એ માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રિપોર્ટ : અર્જુન ભાટ (હિંમતનગર)

IMG_20210919_131240.jpg

Admin

Devendrasinh Zala

9909969099
Right Click Disabled!