ડભોઈ પંથક માં સતત વર્ષી રહેલા વરસાદ ના કારણે દંગીવાળા સહિત પાંચ જેટલા ગામો ને હાલાકી

ડભોઈ પંથક માં સતત વર્ષી રહેલા વરસાદ ના કારણે દંગીવાળા સહિત પાંચ જેટલા ગામો ને હાલાકી
Spread the love

છેલ્લા ઘણા દિવસો થી સમગ્ર ગુજરાત સહિત ડભોઈ તાલુકા માં વરસાદી માહોલ સર્જાયો છે.દર વર્ષ ની સરખામણી એ હજુ વરસાદ ઓછો નોંધાયો છે પરંતુ છેલ્લા ઘણા દિવસ થી વરસાદ સારો થતા ખેડૂતો માં આનંદ ની લાગણી છવાયી જવા પામી છે.વધુ વરસાદ થી એક તરફ ખુશી છે જ્યારે ડભોઇ તાલુકા ના દંગીવાળા ગામે ડભોઇ દંગીવાળા ને જોડતો મુખ્ય માર્ગ નીચાણ વાળો હોવાથી વરસાદી પાણી નો નિકાલ નહિ થતા ગામ માં જવાનો મુખ્ય માર્ગ અવાર નવાર બંધ થઈ જતા ગ્રામજનો ને ગામ ની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે અને ઘણી વાર તો ખૂબ વરસાદ થતાં ગામ સંપર્ક વિહોણું થઈ જતું હોય છે અને ગ્રામજનો ને ખૂબ જ તકલીફ પડે છે.આ અંગે ની રજુઆત ગ્રામજનો એ અવાર નવાર માર્ગ અને મકાન વિભાગ માં કરી છે તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.ડભોઇ થી દંગીવાળા ને જોડતો મુખ્ય માર્ગ અન્ય 5 ગામો ને પણ જોડે છે જેમાં મગનપુરા,નારણપુરા બબોજ, જેવા ગામો પણ વધુ વરસાદ થી સંપર્ક વિહોણા થાય છે જે થી ગ્રામજનો ને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવે છે.ગ્રામજનો ની માંગણી છે કે ડભોઇ થી દંગીવાળા ને જોડતો મુખ્ય માર્ગ ની ઉંચાઈ વધારવા માં આવે જેથી ચોમાસા દરમિયાન વધુ વરસાદ થી રસ્તો બંધ ન થાય અને તમામ ગામો ચોમાસા દરમિયાન પણ આસાની થી અવર જવર કરી શકે.તેમજ કોઈ કુદરતી આફત આવે તો આ ગામો માં વાહનવ્યવહાર સાથે સીધો સંપર્ક થઈ શકે અને જરૂરી મદદ પહોંચાડી શકાય.

Screenshot_20210921-172452__01.jpg

Admin

Abrarmahedi Dabiwala

9909969099
Right Click Disabled!