જામનગર : ધી જામનગર પીપલ્સ કો.ઓપ. બેન્કની વાર્ષિક સામાન્ય સભા સંપન્ન

જામનગર : ધી જામનગર પીપલ્સ કો.ઓપ. બેન્કની વાર્ષિક સામાન્ય સભા સંપન્ન
Spread the love

ધી જામનગર પીપલ્સ કો.ઓપરેટીવ બેન્ક લી.ની 38મી વાર્ષિક સામાન્ય સભા વર્ષ 2020-2021 માટેુ તા.19-9-21ને રવિવારના રોજ બેન્કના ચેરમેન પ્રમોદભાઇ બી. કોઠારીના અઘ્યક્ષસ્થાને લોહાણાચ મહાજન વાડી, (ઘામેચા વીંગ) જામનગર ખાતે કોવીડ 19 અંગેની સરકારની ગાઇડ લાઇન્સના અનુપાલન સાથે યોજાયેલ હતી.

વાર્ષિક સામાન્ય સભાની કામગીરી શરુ કયર્િ પહેલા ગત વર્ષમાં બેન્કના ડીરેકટર ભગવાનજીભાઇ કે.પટેલ તથા રાજેન્દ્રભાઇ વી. શાહ તેમજ નામી અનામી સભાસદોના તથા જાહેર જીવનના શ્રેષ્ઠિઓના દુ:ખદ અવસાનની નોંધ લઇ બે મીનીટનું મૌન રાખી સદગતોને શ્રદ્ધાંજલી આપવામાં આવી.

વર્ષ 2020-21નો કુલ નફો ા. 21,43,732.52 પૈસાનો થયેલછે. વષર્ન્તિે બેન્કનું કુલ ગ્રોસ એન.પી.એ. ા.23.83 લાખ રહેલછે. જે કુલ ધિરાણના 0.57ટકા છે. જેની સામે બેન્કે કરેલ શકમંદ લેણાની જોગવાઇ ા. 32.28 લાખ છે. આમ બેન્કનું નેટ એન.પી.એ. ઝીરો રહેલ છે. બેન્ક દ્વારા પોતાના ગ્રાહકોને આર.ટી.જી.એસ. એન.ઇ.એફ.ટી. ઇ ટેક્ષ પેમેન્ટ, એસએમએસ એલર્ટ, ઇ મેલ દ્વારા પોતાના ખાતાના સ્ટેટમેન્ટ મેળવવા ઇચ્છતા ગ્રાહકોને આવી અદ્યતન સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. વિવિધ પ્રકારની થરા5પ6ણ માટેની યોજનાઓ જેવી કે, દૈનિક બચત યોજના, ઝીરો બેલેન્સથી બુનીયાદી બચત ખાતા, બાંધી મુદતના ખાતાઓ વિગેરે તેમજ વિવિધ ધિરાણની સવલતો ગ્રાહકોને વ્યાજબી દરે પુરી પાડવામાં આવે છે. નાના તથા નબળા વર્ગના વેપારી ભાઇઓને તેમના ધંધાર્થે ા. પચાસ હજાર સુધીનું ધિરાણ કોઇપણ જાતની સીકયોરીટી વગર બે જામીન લઇને આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તથા પ્રધાનમંત્રી જીવન જયોતી વીમા યોજનામાં સારો એવો પ્રતિસાદ મળેલછે. તથા આ વીમાઓ નિયમિત રીન્યુ થાય છે. બેન્કે ઓડીટ વર્ગ એ જાળવી રાખેલ છે. બેકના થાપણદારોની ા. પાંચ લાખ સુધી થાપણો વિમાથી સુરક્ષિત છે.

અંતમાં બેન્કના મેનેજીંગ ડીરેકટર વિનુભાઇ જી. તન્નાએ સભાસદો, બોર્ડ ઓફ ડીરેકટર્સના સભ્યો, બેન્કના અધિકારીગણો તથા સ્ટાફ પ્રત્યે આભાર વ્યકત કરેલ.

n3175037843563303b4a32676f3e7d30ec8607218f1367081bd7aa29821e47d74b86c16319.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!