ધાનેરા તાલુકાના પ્રકૃતિ પ્રેમીઓનું જીલ્લા કલેકટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું

ધાનેરા તાલુકાના પ્રકૃતિ પ્રેમીઓનું જીલ્લા કલેકટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું
Spread the love

ગત રોજ ધાનેરા તાલુકાના થાવર ગામે આવેલ રામદેવ પીર મંદિર પ્રાંગણમાં મુખ્ય અધ્યક્ષ તરીકે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર (IAS) શ્રીમાન આનંદભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાયો ” પ્રકૃતિ સંરક્ષક સન્માન એવોર્ડ-૨૦૨૧ ”

પ્રકૃતિને સમર્પિત થઈ પર્યાવરણનું જતન કરનાર ધાનેરા તાલુકાના કર્મવીરોનું સન્માન એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રીઆનંદભાઈ પટેલ (IAS)ના વરદ હસ્તે ધાનેરા તાલુકાના થાવર ગામે ” પ્રકૃતિ સંરક્ષક સન્માન એવોર્ડ-૨૦૨૧ ” નું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.
ધાનેરા તાલુકાની વિવિધ સંસ્થાઓ અને પ્રકૃતિ પ્રેમી લોકો દ્વારા વૃક્ષ ઉછેરના આયોજન સાથે દેશી કુળના વૃક્ષોના વાવેતર, પીપળ વનના નિર્માણ, મિયાવાકી પધ્ધતિથી બનાવેલ ઘનિષ્ઠ ફોરેસ્ટમાં નોંધનીય કામગીરી કરવામાં આવી છે, એ માટે એજ્યુફન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કર્મવીરોનું ” પ્રકૃતિ સંરક્ષક સન્માન એવોર્ડ-૨૦૨૧ ” આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદભાઈ પટેલ દ્વારા દરેક પર્યાવરણ પ્રેમીઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા, તે સાથે જણાવ્યું હતું કે સાચો યુવાન એ જ છે, જે પોતાના ગામને હરિયાળું બનાવે, પોતાના ગામને સ્વચ્છ રાખે અને પ્રકૃતિનું જતન કરે તેવા સકારાત્મક માર્ગદર્શન આપ્યા હતા. તેમજ ગુજરાત રાજ્ય દ્વારા શ્રેષ્ઠ વન પંડિત એવોર્ડ વિજેતા, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય અને આર્યાવ્રત નિર્માણના પ્રમુખ શ્રીનિલેશ રાજગોર એ જણાવ્યું હતું કે સંસ્થાઓ, સરકાર અને ગામ લોકોના સાથ-સહકારથી દરેક ગામમાં ઓક્સિજન પાર્ક-પીપળ વનના નિર્માણ થાય તેવી કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે શ્રીઆનંદભાઈ પટેલ (IAS) બનાસકાંઠા જીલ્લો, શ્રી જોરભાઈ પાટીદાર (નિવૃત એરફોર્સ) અને ગૌતમભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહી કુલ ૨૧ પ્રકૃતિ પ્રેમી લોકો અને ૬ સંસ્થાઓને ” પ્રકૃતિ સંરક્ષક સન્માન એવોર્ડ-૨૦૨૧ ” આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ :- તુલસી બોધુ, ધાનેરા
(લોકાર્પણ દૈનિક, બનાસકાંઠા)

IMG-20210923-WA0042-1.jpg IMG-20210923-WA0043-2.jpg IMG-20210923-WA0041-0.jpg

Admin

Tulsibhai

9909969099
Right Click Disabled!