જામનગર : શહેર ના મહેશ્વરી નગર ની 52 વર્ષીય મહિલા પર ચિલઝડપ લૂંટ

જામનગર : શહેર ના મહેશ્વરી નગર ની 52 વર્ષીય મહિલા પર ચિલઝડપ લૂંટ
Spread the love

જામનગર શહેરના ભીમવાસથી મહેશ્વરી નગર તરફના રોડ પર બે દિવસ પહેલા એક મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરીને બાઇકમાં આવેલા બે શખ્સો હવામાં ઓગળી ગયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના નાગનાથ ગેટ પાસે મહેશ્વરી નગર ચોક વિસ્તારમાં રહેતી વિનાબેન કિશોરભાઇ પરમાર ઉમર વર્ષ 52 નામના મહિલા ગત તારીખ 23 ના રોજ ભીમવાસ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે મહેશ્વરી નગર રેલવે બી સાઈડિંગ પાસેથી પોતાના ઘર તરફ ચાલીને જતા હતા.

એ દરમિયાન બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સો ફરિયાદીના ગળામાંથી રૂપિયા 8500 ની કિંમતનો સોનાનો ચેન ચીલઝડપ કરીને નાસી છૂટયા હતા આ અંગે વિનાબેન દ્વારા સીટી બી ડિવિઝનમાં બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે. શહેરમાં થોડો સમય શાંત રહ્યા બાદ ફરી બાઈક સમડીએ દેખા દીધી છે.

images-3-9.jpeg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!