કડીના દિગડી સ્કૂલમાં ચોરી, CCTV અને DVR તસ્કરો ઉઠાવી ગયા

કડીના દિગડી સ્કૂલમાં ચોરી, CCTV અને DVR તસ્કરો ઉઠાવી ગયા
Spread the love
  • ભેજાબાજ ચોરોએ કડીના દિવડી ગામની સ્કૂલમાં હાથ સાફ કર્યા
  • મોનીટર, બે કેમેરા અને હાર્ડ ડિસ્ક ની ચોરી

મહેસાણા જિલ્લા માં આવેલ કડી તાલુકા માં દિવસે ને દિવસે ચોરી ની ઘટના પ્રકાસ માં આવી રહી છે જેમાં વધુ એક સ્થળે ચોરી ની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે જેમાં કડી પંથક માં આવેલ દિગડી ગામ ની સ્કૂલ માં તસ્કરો એ સ્કૂલ માં ઘુસી મોનીટર ,કેમેરા અને હાર્ડ ડિસ્ક ઉઠાવી ગયા હતા હાલ માં કડી પોલીસ મથક માં અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધાઈ છે. જિલ્લા ના કડી પંથક માં છેલ્લા અઠવાડિયામાં માં ચોરી ની ઘટના સતત પ્રકાસ માં આવી રહી છે જોકે સ્થાનિક પોલીસ પણ ચોરો ને ઝડપવા હાલ માં ચક્રોગતિમાન કર્યા છે જ્યાં વધુ એક ચોરી પોલીસ ચોપડે નોંધાઈ છે જેમાં કડી તાલુકા માં આવેલ દિગડી ગામ ની શાંતા બેન રામદાસ પટેલ વિદ્યાલય માં તસ્કરો સ્કૂલ માં ઘુસ્યા હતા જ્યાં આચાર્ય ની ઓફિસ માં લગાડેલા હાર્ડ ડિસ્ક તેમજ મોનીટર તેમજ બે કેમેરા ની ચોરી કરી કુલ 18 હજાર ના મત્તા ની ચોરી કરી ફરાર થયા હતા. જોકે ભેજાબાજ ચોરો સ્કૂલ માં લાગેલા સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા જોકે શાળા ના આચાર્ય એ જણાવ્યું હતું કે અગાઉ પણ આજ શાળા માં કેટલાક વર્ષ અગાઉ ત્રણ વાર ચોરી ને અંજામ આપવામાં આવ્યો છે જોકે જેતે સમયે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

રિપોર્ટ : ક્રિશ ઉપાધ્યાય

IMG-20211019-WA0012.jpg

Advertisement
Right Click Disabled!