જામનગર : શૂરવીર અમર શહીદ વીર હેમુ કાલાણી જી ની શહાદત દીને પુષ્પાંજલી કરવામાં આવી

જામનગર : શૂરવીર અમર શહીદ વીર હેમુ કાલાણી જી ની શહાદત દીને પુષ્પાંજલી કરવામાં આવી
Spread the love

આજરોજ સાંજે જામનગર સિંધી સમાજ તથા ભારતીય સિંધુ સભા ની ટીમ દ્વારા શહેર ના સિંધુ સેવા ટ્રસ્ટ ખાતે મેદાન મા સમાજ ના આગેવાનો યુવાઓ સાથે મળી ને સિંધી સમાજ નૌજવાન શૂરવીર યુવા ક્રાંતિકારી એવા વીર અમર શહીદ હેમુ કાલાણી જે નાનપણ થી દેશ ની માટે કઈક કરવાની જુસ્સા ભરી ઊર્જા સાથે તેમણે દેશ ની આઝાદી ની લડત માં તેમજ અનેક આંદોલન માં પોતાની ભૂમિકા ભજવી માત્ર ૧૯ વર્ષ ની વયે ફાંસી ની સજા માં હસતા મુખે દેશ ની રક્ષા માટે પોતાના પ્રાણ ની પરવા કર્યા વગર અંતિમ શ્વાસ સુધી માં ભરતી ના નારા ઇંકલાબ જિંદાબાદ ના નારા લગાવી ફાની ને માંચડે ચડી પોતાના પ્રાણ માં ભારતી ને ત્યજયા હતા એવા શૂરવીર અમર શહીદ વીર હેમુ કાલાણી જી ની શહાદત દીને બે મિનિટ નું મૌન પાડી અને પુષ્પાંજલી કરી સિંધી સમાજ ના મોભીઓ દ્વારા વીર શહીદ હેમુ કાલાણી વિશે મૌખિક વકૃતવ આપી સમાજ માં આવા ક્રાંતિકારી યુવા માંથી પ્રેરણા લઈ સમાજ માટે દેશ માટે કાઈક કરવા માટે ના દ્રષ્ટાંત ના પાઠ આપવામાં આવ્યા.

તેમજ હાલ ની પરિસ્થિતિ ને ધ્યાને લઈ સરકાર શ્રી ની ગાઇડલાઈન ને અનુસરી આરોગ્ય ની સાવચેતી ધ્યાને લઇ વ્યવસ્થા સાથે માસ્ક પેહરી આ શ્રધાંજલી નો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં, જામનગર સિંધી સમાજના પ્રમુખ ઉધવદાસ ચંદીરામાણી,ભારતીય સિંધુ સભા જામનગર ના અધ્યક્ષ ઘનશ્યામદાસ ગંગવાણી, તેમજ સમાજ ના કિશનચંદ ધિંગાણી,પ્યારેલાલ રાજપાલ, ગ્યાનચંદ ભદ્રા, વિનોદ ત્રિલોકચંદાણી, કિશોરભાઈ સંતાણી,મોતીભાઈ માખેજા, હરીશભાઈ રોહેરા તેમજ સમાજ ના યુવા એવા કપિલભાઈ મેઠવાણી, ચિરાગભાઈ ટહેલરામાણી વગેરે સૌ ભાઈઓ યુવાઓ કાર્યક્રમ માં હાજર રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી.

રિપોર્ટ : કપિલ મેઠવાણી
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જામનગર

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

AddText_01-21-10.40.46-2.jpg AddText_01-21-10.41.34-1.jpg AddText_01-21-10.41.48-0.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!