પાક.નું અર્થતંત્ર ડામાડોળ સ્થિતિમાં, વિદેશી દેવું ૮૮.૧૯૯ બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચ્યું

પાક.નું અર્થતંત્ર ડામાડોળ સ્થિતિમાં, વિદેશી દેવું ૮૮.૧૯૯ બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચ્યું
Spread the love

ઇસ્લામાબાદ,તા.૧૦
પાકિસ્તાનનું અર્થતંત્ર ડામાડોળ સ્થિતિમાં છે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સંસદના સભ્યોને જાણ કરી છે કે તેમનો દેશ એટલા બધા દેવામાં ડૂબી ગયો છે કે બહાર નિકળવાનો કોઈ માર્ગ દેખાતો નથી, ઈમરાન ખાન સરકાર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. સંસદમાં પાક. સરકારે રજૂ કરેલા આંકડા મુજબ હાલ પાકિસ્તાનનું વિદેશી દેવું ૮૮.૧૯૯ બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું છે.
પાકિસ્તાનના નાણા મંત્રાલયે સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન વિદેશી દેવાના આંકડા રજૂ કર્યા છે. મંત્રાલયે જણાવ્યું છે કે, છેલ્લા છ નાણાકિય વર્ષમાં દેશે ૨૬.૧૯ બિલિયન અમેરિકન ડોલરની લોન લીધી છે, જેનું ૭.૩૨ બિલિયન ડોલરનું વ્યાજ અલગથી છે. આ કારણે છેલ્લા છ વર્ષમાં દેશનું કુલ વિદેશી દેવું ૩૩.૫૦ બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે.
નાણા મંત્રાલયે એક જવાબમાં કÌšં કે, નાણાકિય વર્ષ ૨૦૧૩-૧૪માં પાકિસ્તાને ૬.૯૦૮૯૭ બિલિયન ડોલર, નાણાકિય વર્ષ ૨૦૧૪-૧૫માં ૫.૪૦૭૨૧ બિલિયન ડોલર, નાણાકિય વર્ષ ૨૦૧૫-૧૬માં ૪.૪૫૦૨૦ બિલિયન ડોલરની લોન લીધી હતી.
મંત્રાલયે કÌšં કે નાણાકિય વર્ષ ૨૦૧૬-૧૭માં વિદેશી સ્રોતનો પાકિસ્તાન પરનું ઉધાર ૬.૫૨૦૩૮૧ બિલિયન અમેરિકન ડોલર રÌšં હતું. જ્યારે ૨૦૧૭-૧૮માં દેશે વિદેશી સ્રોત પાસેથી ૬.૦૨૦૫૨૬ બિલિયન અમેરિકન ડોલરની લોન લીધી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!