‘જય ભોલે’ના નાદ સાથે અમરનાથ યાત્રા માટે પ્રથમ જૂથ રવાના

‘જય ભોલે’ના નાદ સાથે અમરનાથ યાત્રા માટે પ્રથમ જૂથ રવાના
Spread the love

શ્રીનગર,
અમરનાથ યાત્રા માટે રવિવારે સવારે શ્રદ્ધાળુઓનું પહેલું ગ્રુપ કેમ્પ રવાના થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલના સલાહકાર કેકે શર્માએ ગ્રુપને લીલી ઝંડી આપી હતી. પહેલા ગ્રુપમાં ૨,૨૩૪ શ્રદ્ધાળુઓ રવાના થયા છે. શર્માના જણાવ્યા પ્રમાણે, યાત્રા માટે તમામ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે જ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કÌšં કે, રાજ્યમાં આતંકવાદ ખતમ થવાના આરે છે. આશા છે કે ૨૦૨૦માં અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાની જરૂર નહીં પડે.
બાબા અમરનાથના દર્શન કરવા માટે નીકળેલા શ્રદ્ઘાળુઓએ કÌš કે, ”તેમણે ભગવાન શિવ અને સેના પર વિશ્વાસ છે અને કોઇ પણ પ્રકારનો ડર નથી.” યાત્રાના માર્ગ પર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોની આવતા-જનારા તમામ લોકો પર ચાંપતી નજર રહેશે.
આ વર્ષની વાર્ષિક અમરનાથ યાત્રા ૧ જૂલાઇથી શરૂ થઇને ૧૫ ઓગસ્ટના સમાપ્ત થશે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા પછી પોતાના ૨ દિવસનો જમ્મૂ-કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો અને સુરક્ષાની Âસ્થતિની તપાસ કરી.
આ પહેલા ૯ જૂનના જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે અમરનાથ ગુફાની તરફ જનારા બાલતાલ અને પહલગામના માર્ગોનો હવાઇ પરીક્ષણ કર્યુ. રાજ્યપાલ સત્યપાલ મલિકના મુખ્ય સચિવ બીવી.આર.સુબ્રહ્મણ્યમ અને રાજ્યપાલના સલાહકાર કે.વિય કુમારની સાથે બાલતાલ-ડોમેલ-સંગમ-પંજતરની-શેષનાગ-ચંદાવડી-પહલગામ સહિતના અમરનાથ યાત્રા માર્ગનુ હવાઇ પરીક્ષણ કર્યુ.
યાત્રાના રૂટ પર ભૂસ્ખલનનો ખતરો પણ રહેતો હોવાથી આ વખતે સુરક્ષા માટે માઉન્ટેન રેસ્ક્્યુ ટીમો પણ બનાવવામાં આવી છે. આ વખતે અત્યાધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી દરેક યાત્રીનુ લોકેશન જાણી શકાશે. આ સિવાય યુએવી, ડ્રોન અને સીસીટીવીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!