આલિયા ભટ્ટે તેના પહેલા મ્યુઝિક વીડિયો ‘પ્રાડા’નું પોસ્ટર રિલીઝ કર્યું

આલિયા ભટ્ટે તેના પહેલા મ્યુઝિક વીડિયો ‘પ્રાડા’નું પોસ્ટર રિલીઝ કર્યું
Spread the love

મુંબઈ,
આલિયા ભટ્ટે તેના પહેલા પોપ સોન્ગ ‘પ્રાડા’નું ઓફિશિયલ ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કર્યું છે. અગાઉ આલિયાએ તેની ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘ઉડતા પંજાબ’ જેવી ફિલ્મ માટે સોન્ગ ગાયાં છે પરંતુ આ તેનો પહેલો ઓફિશિયલ નોન ફિલ્મ મ્યુઝિક વીડિયો છે. આલિયાએ પોસ્ટર શેર કરતાં લખ્યું કે, ‘મારો પહેલો મ્યુઝિક વીડિયો… ટૂંક સમયમાં આવી રહ્યો છે.’ ‘પ્રાડા’ સોન્ગને ‘લેમ્બર્ગિની’ ફેમ ‘દૂરબીન’ ડ્યુઓએ કમ્પોઝ કર્યું છે ને ગાયું પણ છે. ફેમસ પંજાબી સોન્ગ ‘લેમ્બર્ગિની’ ને પણ ‘દૂરબીન’ બેન્ડએ જ કમ્પોઝ કર્યું હતું. આ ‘દૂરબીન’ બેન્ડમાં ઓંકાર સિંહ અને ગૌતમ શર્મા સામેલ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!