શંકાસ્પદ ભંગાર ભરેલી મહિન્દ્રા મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભરૂચ LCB

શંકાસ્પદ ભંગાર ભરેલી મહિન્દ્રા મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભરૂચ LCB
Spread the love

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના મુજબ ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુના અટકાવવા સારું એલ.સી.બી ના પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જે.ગઢવી તેમજ તેમના પોલીસ માણસો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે અંકલેશ્વર તાલુકાના નવાગામ ખાતે વોચ માં રહી એક મહીન્દ્રા પીક-અપ

ગાડી નંબર- GJ-16-AU-2175 મા ભરેલ લોખંડ ના ભંગાર જેમાં નાની મોટી લોખંડની એંગલો સાથે બે ઇસમો (૧) સઇદ ઉર્ફે દાલમીયા નેકસેખાન રહે-મીરાનગર અંક્લેશ્વર તથા (૨) રાજુ ખાન મુન્ના ખાન રહે-મીરા નગર અંકલેશ્વર ના શકમંદ હાલતમાં મળી આવતા તેઓ પાસે મહિંદ્રા પીક-અપ ગાડી ના તથા તેમાં ભરેલી લોખંડ ના ભંગાર અંગેના આધાર-પુરાવા માંગતા નહીં હોવાનું જણાવેલ જેથી તે આ મુદ્દામાલ ગુનાહિત પ્રવૃત્તિ થી મેળવેલ હોવાનું જણાતા તેના કહજામાંથી મળી આવેલ મહિંદ્રા પીક-અપ ગાડી નંબર- GJ-16-AU-2175 કી.રૂ.

૦૨,૦૦,૦૦/- તથા તેમા ભરેલ લોખંડ નો ભંગાર કુલ ૯૯૦ કી.ગ્રા જેની કી.રૂ. ૧૯૮૦૦/- તથા મોબાઇલ ફોન મળી કુલ કી.રૂ. ૦૨,૨૧,૮૦૦/- નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે અને બન્ને ઈસમોની વધુ તપાસ અર્થે અટકાયત કરવામાં આવેલ છે. અને આગળ ની કાર્યવાહી અર્થે અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. માં સોંપવામાં આવેલ છે.

 

કામગીરી કરનાર ટીમ

 પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય જી.ગઢવી, હે.કો. કનકસિંહ તથા હે.કો.ચંદ્રકાન્તભાઈ તથા હે.કો. પરેશભાઇ તથા પ્રો.કો. મેહુલભાઇ તથા પો.કો.અશોકભાઇ તેમજ પો.કો. હર્મેશભાઇ એલ.સી.બી ભરૂચ દ્વારા કરવામાં આવેલ છે

Admin

Admin

9909969099
Right Click Disabled!