કેન્દ્ર રાજય સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડો – દેવુસિંહ ચૌહાણ

કેન્દ્ર રાજય સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડો – દેવુસિંહ ચૌહાણ
Spread the love

નડિયાદ,
સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણે કેન્દ્રશ અને રાજય સરકારની પ્રજાકલ્યાકણ અને વિકાસલક્ષી યોજનાઓના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરી યોજનાઓના લાભો સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે માનવીય સંવેદનાઓ સાથે કામગીરી કરવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો છે.કેન્દ્રપ રાજ્ય સરકારની ગરીબ કલ્યાેણલક્ષી યોજનાઓના લાભથી એકપણ લાભાર્થી વંચિત ન રહે તે માટેનું સુચારૂં આયોજન કરવા તેમણે જણાવ્યું હતું. સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણના અધ્યાક્ષસ્થાેને આજે નડિયાદ ખાતે જિલ્લાણ વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદશ્રીએ કેન્દ્ર પુરસ્કૃેત અને જિલ્લાસ ગ્રામ વિકાસ એજન્સીી નડિયાદ દ્રારા અમલી પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વાચ્છ્ ભારત મિશન, મનરેગા, મિશન મંગલમ, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્યમ યોજના સહિત રાજય સરકાર દ્રારા અમલી વિવિધ પ્રજાકલ્યામણલક્ષી યોજનાઓની જૂન-૨૦૧૯ સુધીમાં થયેલ કામગીરીની સમીક્ષા કરી ખેડા જિલ્લા માં થયેલ કામગીરીથી સંતોષ વ્યંકત કરી ટીમ ખેડાને અભિનંદન પાઠવ્યાર હતા.

સાંસદશ્રીએ જણાવ્યું કે ખેડા જિલ્લાંમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ( ગ્રામ્ય )હેઠળ ૫૫૧૬ આવાસો, સ્વચ્છએ ભારત મિશન હેઠળ ૧૩૬૯૪૯ શૌચાલયના કામો પૂર્ણ કરવામાં આવ્યા૦ છે. જિલ્લાનમાં વર્ષ ૨૦૧૮-૧૯ માં વધુ ૮૪૦૦ શૌચાલયોની ફાળવણી ઉપરાંત જિલ્લાંમાં ૧૮૬ સામુહિક શૌચાલયોની ફાળવણી કરવામાં આવી છે. ખેડા જિલ્લા માં મનરેગા યોજના હેઠળ ૧.૧૭ લાખ માનવદિન રોજગારી ઉત્પંન્ન૨ કરી રૂા.૪૮૪.૨૬ લાખની ચૂકવણી કરવામાં આવી છે. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ મનરેગા અંતર્ગત વર્ષ ૨૦૧૮-૧૯ માં જળ સંચય, જળ સંગ્રહના ૨૦૬ કામો હાથ ધરી ૫૫૧૮૮ માનવદિન રોજગારી ઉત્પમન્ન કરવામાં આવી હતી. ૨૦૧૯-૨૦ માં જળ સંચયના ૧૨૧ કામો હાથ ધરી ૩૪૭૪૮ માનવદિન રોજગારી ઉત્પદન્નઉ કરવામાં આવી છે.

જિલ્લા૧માં પ્રધાનમંત્રી ઉજજવલા યોજના હેઠળ ત્રણ તબકકામાં ૧૦૨૦૧૩ લાભાર્થીઓને તથા એલપીજી, પીએનજી સહાય યોજના હેઠળ ૧૨૨૦ લાભાર્થીઓને ગેસ જોડાણ પુરા પાડવામાં આવ્યામ છે. જિલ્લાથ ગ્રામ વિકાસ એજન્સી ના નિયામકશ્રી કે.ડી.લાખાણીએ કેન્દ્રહ અને રાજય સરકારની વિવિધ ફલેગશીપ યોજનાઓ હેઠળ થયેલ કામગીરીની વિગતો આપી હતી. આ બેઠકમાં સમિતિના સહ અધ્યહક્ષ અને પંચમહાલના સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, ધારાસભ્યો શ્રી સર્વશ્રી કેસરીસિંહ સોલંકી, અર્જુનસિંહ ચૌહાણ, ઇન્દ્રરજિતસિંહ ઠાકોર, કાળુભાઇ ડાભી, કાંતિભાઇ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખો, ન.પા.ના પ્રમુખો, કલેકટરશ્રી સુધીર પટેલ, જિલ્લામ વિકાસ અધિકારી ગાર્ગી જૈન, નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!