કરજણ નદીમાં ઘોડાપુર આવતા સરકારી ઓવારા પાસેનું મંદિર પાણીમાં ગરકાવ

કરજણ નદીમાં ઘોડાપુર આવતા સરકારી ઓવારા પાસેનું મંદિર પાણીમાં ગરકાવ
Spread the love

જિલ્લા કલેકટર સહિત નગરપાલિકાના ચીફ ઓફિસરે સહિત સ્થળોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું. આજે કરજણ ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે નદીમાં ઘોડાપુર આવતા રાજપીપળા સરકારી ઓવારા પાસે સિકોતર માતાનું મંદિર અડધું પાણીમાં ગરકાવ થઇ ગયું હતું.

તંત્ર દ્વારા નદીકિનારે ન જવાની સૂચના છતાં કરજણ નદીને સામે કિનારે બે વ્યક્તિઓ ફસાઈ જતા બ્રિજનું કામ ચાલતું હોય ત્યાં બેસી રહેલા જોવા મળ્યા હતા જોકે બંને તરવૈયા હોવાથી પાણી ઓછું થયા બાદ નીકળવા જવાતા સૌએ રાહદારીનો દમ લીધો હતો. ત્યારબાદ ઓસરતા પાણી તેઓ સામે કિનારે આવી જતા તેમનો અદ્ભુત બચાવ થયો હતો. બીજી તરફ ગઈકાલે જિલ્લા કલેક્ટર આઈ. કે.પટેલ સહીત નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના સ્થળોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી.

બીજીતરફ નર્મદાના દેડીયાપાડા તાલુકામાં નાની બેડવાણ સહિત આજુબાજુના ગામોમાં ભારે વરસાદને કારણે કરજણ નદીમાં પુર આવતા નદી કિનારાના ખેતરોમાં પાણી ભરાઇ જતા કાંઠા વિસ્તારમાં ખેતીના પાકને ભારે નુકસાન થયાના અહેવાલ છે. મોટાભાગના ખેતરોમાં પાક ધોવાઇ ગયો છે,  છોડ ધરાશાયી થઈ ગયા છે,  કેટલાક તણાઈ ગયા જતા ખેતીનો પાક નષ્ટ થવાના હોવાથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,  રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!