કરજણ ડેમમાંથી 2 ગેટ ખોલી 10662 ક્યુસેક પાણી છોડાતાં નદી બે કાંઠે

કરજણ ડેમમાંથી 2 ગેટ ખોલી 10662 ક્યુસેક પાણી છોડાતાં નદી બે કાંઠે
Spread the love
  • આજે ચાલુ સીઝનમાં સૌપ્રથમવાર 85.૫૦% ઉપર ભરાઈ જતા એલટૅસ્ટેજ પર મુકાયો.
  • રૂડ લેવલ ૧૧૨.20 મીટર કરતાં વધીને 112.51 મીટર થઈ હતા કરજણ ડેમમાંથી કરજણ નદીમાં તબક્કાવાર પાણી છોડાઈ રહ્યું છે.
  • વરસાદી આવક ઘટતા 8 ગેટમાંથી 6 ગેટ બંધ કરી બે ગેટ ખોલીને પાણી છોડાયું
  • કરજણ ડેમમાં 7972 ક્યુસેક પાણીની આવક ડેમની સપાટી 112.51

રાજપીપળા,

નર્મદા જિલ્લામાં સાગબારા અને દેડીયાપાડા ના ઉપરવાસમાં સતત ભારે મુશળધાર વરસાદને પગલે કરજણ ડેમમાં સતત પાણીની આવક વધતા કરજણ ડેમની સપાટી ક્રમશઃ વધતા કરજન ડેમમાંથી આજે બીજા દિવસે પણ પાણી છોડવાનું ચાલુ રખાયું હતું. બીજે દિવસે પણ કરજણ ડેમમાંથી 4અને 6 નંબરના 1 મીટર ઊંચા કરીને બે(2) ગેટ ખોલી તેમાંથી 10662 કયુસેક પાણી છોડાતા બે કાંઠે વહી રહી છે હાઇડ્રોપાવર માં પણ વીજ ઉત્પાદન માટે 388 ક્યુસેક પાણી ડીસ્ચાર્જ થઈ રહ્યું છે. ડેમ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર રૂડ લેવલ 112.20 મીટર કરતાં વધીને 112.51 થઈ હતા કરજણ ડેમમાંથી કરજણ નદીમાં તબક્કાવાર પાણી છોડવાના આવ્યું હતું. કરજણ ડેમ હાલ 85.50% ભરાયો છે અને ગ્રોસ સ્ટોરેજ 460.65 મિલિયન ઘનમીટર છે.

 રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!