૬૪ જાગણી મિત્ર મંડળ આયોજીત અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે સેવા કેમ્પ

૬૪ જાગણી મિત્ર મંડળ આયોજીત અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે સેવા કેમ્પ
Spread the love

કે.ટી.વી.ન્યુઝ ગુજરાતીના મહેસાણા જીલ્લા રીપોર્ટર તથા સમાજસેવક રાજેશભાઈ યોગી પત્રકાર તથા દશરથભાઈ કુડા દ્રારા આ આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરવી પૂનમે અંબાજી પગપાળા જતા યાત્રાળુઓ માટે સતલાસણાથી ૭ કી.મી. દુર આંબા ઘાંટા ખાતે લીંબુ શરબત અને વિસામાનો કેમ્પનું આયોજન ૬૪ જાગણી મિત્ર મંડળ અને સમસ્ત રાવળદેવ સમાજ દ્રારા આયોજન કરવામાં આવ્યું હતુ. દર વર્ષે આશરે ૨૫ થી ૨૭ લાખ શ્રધ્ધાળુઓ અંબાજી માં અંબાના દર્શનાર્થે પગપાળા જાય છે.

આ વર્ષે પણ મોટી સંખ્યામાં માં અંબાના ભક્તો સંધો લઈને ઉમટી પડ્યાં હતાં.  લોકોની સગવડ માટે સેવાભાવી લોકો વિવિધ કેમ્પોનું આયોજન કરે છે. જેમાં રાવળદેવ સમાજ પણ છેલ્લા ૩ વર્ષથી લીંબુ શરબત અને આરામનો કેમ્પ કરી યાત્રાળુઓની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. આ વર્ષે આંબા ઘાંટા ખાતે ૬૪ જાગણી મિત્ર મંડળ દ્રારા કરવામાં આવેલા સેવા કેમ્પે યાત્રાળુઓના દિલ જીતી લીઘાં હતા. વરસાદ અને વાવાઝોડા વચ્ચે યાત્રાળુઓને સગવડ પુરી પાડવા સેવકો ખડે પગે રહ્યાં હતાં..

માં અંબાના ગરબાની રેલમ છેલમાં યાત્રાળુઓ ભકિતમય બની ઝુમી ઉઠ્યાં હતાં. જીગ્નેશ યોગીરાજ તથા નિલેશ રાવળની રીધમે ધૂમ મચાવી દીધી હતી. જીતુ યોગીરાજ વિસનગર, મુકેશ યોગીરાજ, આશા રાવળ, જીતુ કુંવારા, ભૂમિ યોગી, ચિરાગ પાલનપુર, સાગર પુરબિયા, ધવલ નાયક, તૃષા રામી, વિશાલ યોગીરાજ જેવા નામી અનામી કલાકારોએ પોતાનું યોગદાન આપ્યું તે બદલ તથા આ ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ સેવકો દાતાઓનો ૬૪ જાગણી મિત્ર મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. રાજેશભાઈ યોગી તથા દશરથભાઈ કુડાના જણાવ્યા અનુસાર દર વર્ષે ૬૪ જાગણી મિત્ર મંડળ દ્રારા આ સેવા કેમ્પ કરવામાં આવશે. માં અંબા તથા માં જાગણી સૌની મનોકામના પૂર્ણ કરે….

Admin

Admin

9909969099
Right Click Disabled!