GTU દંગલમાં એસવીઆઇટીની ટીમ વિજેતા

GTU દંગલમાં એસવીઆઇટીની ટીમ વિજેતા
Spread the love

તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની કુસ્તીની સ્પર્ધાનું આયોજન નારાયણ લાલા કોલેજ નવસારી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન ગુજરાતની પાંચ ઝોનની કોલેજે એ ભાગ લીધો હતો. ભાઈઓની સ્પર્ધામાં SVIT વાસદના ભાઈઓએ ખૂબ જ ઉચ્ચ કોટિની રમતનું પ્રદર્શન કર્યું હતું અને ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં ૪ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ મેળવ્યો હતો તથા ગ્રીકો રોમન કુસ્તી સ્પર્ધામાં SVITના ભાઈઓ એ ૩ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ મેળવ્યો હતો. બહેનોની સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લેતા SVITની બહેનો એ ૧ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ જીતો હતો.

ફ્રી સ્ટાઇલ ભાઈ ઓ પ્રથમ સ્થાન
૧) વિકાસ ચૌધરી (૫૭ કિલોગ્રામ વર્ગ)
૨) દિશાંત ભંડારી (61 થી 65 કિલોગ્રામ વર્ગ)
૩) યશ કુમાર ચૌહાણ (70 થી 74 કિલોગ્રામ વર્ગ)
૪) યશ ચંદવાણી (98 થી 125 કિલોગ્રામ વર્ગ)

દ્વિતિય સ્થાને
બ્રિજેશ વેગડ (૮૬ થી ૯૨ કિલોગ્રામ વર્ગ)

ગ્રીક રોમન સ્ટાઈલ ભાઈઓ પ્રથમ સ્થાન
૧) જયરાજ પરમાર (55 કિલોગ્રામ વર્ગ
૨) ગૌતમ વાઘ (67 થી ૭૨ કિલોગ્રામ વર્ગ)
૩) સાર્થક પટેલ (72 થી 77 કિલોગ્રામ વર્ગ)

દ્વિતીય સ્થાન
હર્ષ પટેલ (67 થી 72 કિલોગ્રામ વર્ગ)

બહેનો માં ફ્રી સ્ટાઈલ કુસ્તી –
પરખ ચોકસી પ્રથમ અને શિવાની પરમાર દ્વિતીય સ્થાન.

પ્રથમ સ્થાને રહેલ ખેલાડીઓ હવે પછી આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા માટે વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં GTUનું પ્રતિનિધિત્વ કરશે. SVIT વાસદના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ, સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!