ભાનુશાળી હત્યા કેસમાં ફરાર મુખ્ય સૂત્રધાર મનીષા અને સુરજીત ભાઉની ધરપકડ

ભાનુશાળી હત્યા કેસમાં ફરાર મુખ્ય સૂત્રધાર મનીષા અને સુરજીત ભાઉની ધરપકડ
Spread the love

અમદાવાદ,
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ચકચારી હત્યા કેસમાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ ઉત્તર પ્રદેશના અલ્હાબાદથી પકડાયા છે. ગુજરાત સીઆઈડી રેલવે ક્રાઈમના અધિકારી તેમજ એટીએસ સહિતના અધિકારીઓ સાથેની એસઆઈટીને બન્નેને દબોચી લેવામાં આખરે સફળતા મળી હતી.

૭ જાન્યુઆરીના રોજ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ એસીના એચ ૧ કોચમાં બે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ફિલ્મી કહાનીની જેમ રાજકીય કિન્નાખોરી, જમીન-મિલકત, નાણાંની લેવડદેવડ સહિતના અનેક Âટ્‌વસ્ટ એન્ડ ટર્ન કારણભૂત રહ્યા હતા.

ભાનુશાળીના રાજકીય હરિફ અને અબડાસાના રહેવાસી છબીલ પટેલે મનીષા ગોસ્વામી સાથે મળીને જયંતી ભાનુશાળીનો કાંટો કાઢી નાંખવા પૂણેથી ભાડૂતી શૂટર્સ બોલાવીને તેની હત્યા કરાવી નાંખી હતી. મનીષા અને સુરજીત છેલ્લા ઘણા સમયથી ઉત્તર પ્રદેશમાં છૂપાયા હોવાની બાતમી હતી. એસઆઈટીના આઈજી ગૌતમ પરમારના માર્ગદર્શન હેઠળ ટીમે અલ્હાબાદ જઈને સ્થાનિક પોલીસની મદદથી બન્ને ભાગેડુ આરોપીઓને દબોચી લીધા છે.

સૂત્રોના મતે જયંતી ભાનુશાળીએ મનીષા ગોસ્વામીની મદદથી અનેક રાજકારણીઓની સીડી ઉતારી હોવાનું જણાયું હતું. જા કે છબીલ પટેલ ભાનુશાળીની હત્યા બાદ અમેરિકા નાસી છૂટ્યો હતો. જા કે તેની મિલકત ટાંચમા લેવાની પ્રક્રિયા હાથ ધરાતા તેણે અમાદવાદ ખાતે સરેન્ડર કર્યું હતું. ૧૪ માર્ચ ૨૦૧૯ના છબીલ પટેલ અમેરિકાથી પરત આવ્યો હતો.
મનીષા ગોસ્વામી ઝડપાતા હવે રાજકારણીઓની પાપ લીલા બહાર આવશે જેને પગલે રાજકીય મોરચે મોટી ઊથલપાથલ જાવા મળે તેવી સંભાવના છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!