કડીના ધારાસભ્યના ગામમાંથી વિદેશી દારૂ ઝડપાયો

કડીના ધારાસભ્યના ગામમાંથી વિદેશી દારૂ ઝડપાયો
Spread the love

કડી તાલુકાના નગરાસણ ગામમાંથી વિદેશી દારૂનો વેપાર થતો હોવાની બાતમી ને આધારે કડી પોલીસે રેડ કરતા ઠાકોર રણજીતજી કાળુજી ઠાકોરના ઘરમાંથી વિદેશી દારૂ અને બિયર ના આશરે 131 બોટલ જેની કિંમત આશરે 25065 રૂ.ઝડપી પાડ્યો હતો. ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીની વાતો થયી રહી છે પરંતુ ગુજરાતમાં ભરપુર માત્રામાં દારૂ વેચાય છે અને પીવાય છે જે સત્ય હકીકતછે.કડી ના ભાજપના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીના પોતાના ગામમાં જ ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેનો જીવતો જાગતો પુરાવો કડી પોલીસ દ્વારા ધારાસભ્યના ગામમાંથી દારૂ પકડી પાડ્યો છે. કડી ના ભાજપના ધારાસભ્ય પોતાના ગામમાં વિદેશી દારૂનું વેચાણ ના અટકાવી શકતા નથી તેવો લોકોમાં ચર્ચા જામી છે.

કડી પોલીસને ખાનગી રહે બાતમી મળી હતી કે નગરાસણ ગામમાં અજાણ્યો ઈસમ વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે તેના આધારે કડી પોલીસના ડી-સ્ટાફ ના પી.એસ.આઈ.વાય.એચ.રાજપૂત તથા હે.કોન્સ્ટેબલ સંદીપભાઈ તથા શૈલેષભાઇ દ્વારા રેડ કરવામાં આવતા નગરાસણ ગામના ઠાકોર રણજીતજી કાળુજી ઠાકોરના ઘરમાંથી વિદેશી દારૂ તથા બિયરની 131 બોટલ જેની કિંમત આશરે 25065 રૂ. નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.દારૂનું વેચાણ કરતો ઈસમ રેડ સમયે ઘરમાં હાજર મળી ના આવતા તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. કડી પોલીસે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી મુદ્દામાલ જપ્ત કરી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!