ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈમાં ઇદેમિલાદની ભવ્ય ઉજવણી

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈમાં ઇદેમિલાદની ભવ્ય ઉજવણી
Spread the love

ઈદ-એ-મિલાદ પર્વની ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ માં આન બાન અને શાન ભેર ઉજવણી કરવામાં આવી હતી અને આ પર્વ નિમિત્તે વઘઇ ના મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય અલગ અલગ જુલુસ કાઢવામાં આવ્યા હતા

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ માં  જસ્ને ઈદ-એ-મિલાદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જન્મજયંતિ ઇદે મિલાદ તરીકે મનાવવામાં આવે છે. ઇસ્લામ ધર્મના લાખો પૈગમ્બરો પૈકી અંતિમ પૈગમ્બર અને સ્થાપક પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબની જન્મ જયંતિ ‘ઇદે મિલાદ’ ઇસ્લામી પંચાગના રબી ઉલ અવ્વ માસની 12 મી તારીખે મનાવવામાં આવે છે. અરબસ્‍તાન ન1ટ મક્કા શહેરમાં પૈગમ્‍બર સાહેબનો જન્‍મ થયો હતો. એ સમયથી આજ પર્યત સુન્‍ની મુસ્‍લિમ સમાજ વિશ્વભરમાં તેઓનો જન્‍મોત્‍સવ ઉજવે છે. ઈસ્લામ ધર્મના સ્થાપક પયગમ્બર હજરત મહંમદ સાહેબના જન્મદિન નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા વઘઇમાં જુલૂસ કાઢવામાં આવ્યા હતા.

આમ ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ માં મુસ્લિમ બિરાદરો દ્વારા જસ્ને ઈદેમિલાદુન્નબીના પર્વની ઉજવણી  ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ નિમિત્તે મસ્જિદ માં મિલાદ શરીફ બાદ વઘઇમાં  ચારચક્રી વાહનો સાથે જુલૂસ કાઢવામાં આવ્યુ હતું વઘઇ બાદશાહ બાવા ની દરગાહ પાસેથી હજારો મુસ્‍લિમોએ એકઠા થઈને  ભવ્‍ય જુલુસ કાઢી વઘઇ બજારમાં આવી આશાનગર થઈ વઘઇ સર્કલે પહોંચ્યું હતું જુલુસ નીકળવાના માર્ગો ઉપર ભારે માનવ મહેરામણ ઉમટી પડયો હતો.

વઘઈ સર્કલે ડાંગ જિલ્લાના ધારાસભ્ય મંગળ ભાઈ ગાંવીત, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા, વઘઇ ગામના હિન્દુ આગેવાન ઘનશ્યામ ભાઈ પટેલ તથા કોંગ્રેસ – ભાજપ ના આગેવાનો સહિત મુસ્લિમ બિરાદરો નું ભવ્ય સ્વાગત કર્યું હતું વઘઇ સર્કલ થઈ જુલુસ વઘઇ બાદશાહ બાવા ની દરગાહે સંપન્ન થયું હતું. આ જુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો નાના મોટા વાહનોમાં નિકળ્યા હતા.

જુલુસ દરમ્યાન મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ઠંડા પીણા વગેરે ની વહેંચણી કરાઇ હતી. આ જુલૂસમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા વઘઇમાં ઈદની ઉજવણીરૂપે મસ્જિદોને સુંદર રીતે શણગારવામાં આવી હતી. સમગ્ર જુલુસમાં મોટર, ટ્રક, ઉપર ઈસ્‍લામ ધર્મના ફીલોસોફીના સુત્રો, કુઆન શરીફની આયતો, હરઝત પયંગમ્બરના સાહેબની હદીસો, તથા કથનના આકર્ષક બેનરો તથા તેનું પઠન કરતાં સેકડો મિલાદ પઢનારાઓના આકર્ષણ સાથે આ જુલુસનું ઠેર ઠેર હિન્‍દુ-મુસ્‍લિમ સંસ્‍થાઓએ ભવ્ય સ્‍વાગત કર્યું હતું. 

ઈદે મિલાદના આ પવિત્ર જુલુસ જવાના માર્ગ ઉપર સદ્‌ભાવના અને કોમી એખલાસના સુંદર ર્દશ્‍યો સર્જાયા હતાં. આગામી રાત્રે વઘઇ માં મસ્જિદ, ઘરો પર ખુબજ સુંદર રોશની અને સજાવટ કરવામાં આવી હતી. જુલુસ બાદ સર્વે મુસ્લિમ બિરાદરોએ સાથે ભોજન કર્યુ હતું. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વારમાં મહંમદ પયગમ્બરના જન્મદિવસ ને ઉજવાતા ઇદ-એ-મિલાદ નિમિત્તે  સુન્ની મુસ્લિમ જમાત થકી આયોજન કરવામાં આવ્યુ હતું આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઈ ઈદે  મિલાદ ને વઘઇ ના મુસ્‍લિમ બિરાદરો ખુબજ ઉંમગ, ઉત્‍સાહ અને શાનથી મનાવ્‍યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!