જાન્યુઆરીમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન, પીએમ મોદીને આમંત્રણ અપાયું

જાન્યુઆરીમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન, પીએમ મોદીને આમંત્રણ અપાયું
Spread the love

ગાંધીનગર,
જાન્યુઆરી મહિનામાં ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, કહેવાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમિટમાં હાજરી આપવા ગાંધીનગર આવશે.

આ મામલે માહિતી આપતા સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું છે કે, બિઝનેસ સમિટને લઈને જારશોરથી તૈયારીઓ ચાલી રહી છે, અને સમિટ પહેલા અગ્રણીઓ ભેગા થાય તે માટે આવતીકાલે રાજપથ કલબ પાસે ‘એક શામ અપનો કે નામનો’ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

જાન્યુઆરીમાં ત્રણ દિવસ ચાલશે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, અને આ બિઝનેસ સમિટમાં ૭ લાખથી વધુ લોકો મુલાકાત લે તેવી આશા રાખવામાં આવી રહી છે. સમિટમાં ૧૪ ડોમમાં ૧ હજાર કરતા વધારે સ્ટોલનું એÂક્ઝબિશન હશે. ઉદ્યોગજગતના અગ્રણીઓ પણ હાજર રહેશે. સમિટમાં આર્થિક વિકાસ અને ખ્યાતનામ વક્તાઓની હાજરીમાં સેમિનાર પણ યોજાશે.

મહત્વની વાત એ છે કે, આ સમિટમાં મહિલા ઉદ્યોગ સાહસિક, એગ્રીકલચર અને ડેરી પ્રોડક્ટ્‌સ માટે એÂક્ઝબિશન સ્ટોલમાં ૫૦ ટકા વળતર પણ આપવામાં આવશે, તથા અન્ય સમાજના ઉદ્યોગ સાહસિકો માટે ૧૦ ટકા સ્ટોલ પણ ફાળવવામાં આવ્યા છે. સમાજમાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા અને શિક્ષિત અને દીક્ષિત યુવાનોને સન્માન સાથે રોજગારીની તકો પુરી પાડવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.

Right Click Disabled!