રાજ્યમાં ક્વોરન્ટાઈન ભંગનાં 236 ગુન્હા નોંધાયા

રાજ્યમાં ક્વોરન્ટાઈન ભંગનાં 236 ગુન્હા નોંધાયા
Spread the love

વિશ્વમાં કોરોનાવાયરસનો કહેર યથાવાત છે.ત્યારે આ વૈશ્વિક મહામારી કોરોનાવાયરસને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ સુધી ભારતમાં લોકડાઉનની જાહેરાત કરી છે, ત્યારે રાજય પોલીસ વડાએ પણ જણાવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની કોઈ અછત વર્તાશે નહીં અને તેનું પરિવહન કરતાં વાહનોને અડચણ નહીં કરવા પણ પોલીસને પણ સુચના આપવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજયમાં જાહેરનામાં ભંગના 194 અને કવોરેન્ટાઈન ભંગના 89 ગુના નોંધાયા છે.

અત્યાર સુધી ક્વોરેન્ટાઈન ભંગના 236 ગુના નોંધાઈ ચુકયા છે.રાજયમાં લોકડાઉનની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસની અસરને સમગ્ર દેશને બચાવવા 21 દિવસ સુધી લોકોને ઘરમાં રહેવા જ અપીલ કરીને દેશને લોકડાઉન જાહેર કર્યો છે. ત્યારે આ મામલે રાજય પોલીસ વડા શિવાનંદ જહાએ જણાવ્યું હતું કે લોકડાઉનના આ સમયગાળા દરમ્યાન રાજયના નાગરીકોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેની પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

Shivanajd-Jha.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!