લોકડાઉનને પગલે પોલીસ સખ્તઃ ગાંધીનગરમાં ફ્લેગ માર્ચ કરી

લોકડાઉનને પગલે પોલીસ સખ્તઃ ગાંધીનગરમાં ફ્લેગ માર્ચ કરી
Spread the love

ગાંધીનગર,
રાજ્યના પાટનગરમાં કોરોનાવાયરસ પોઝિટિવના દર્દીઓની સંખ્યા દિવસને દિવસે વધી રહી છે ત્યારે ગાંધીનગરમાં પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા શહેરના તમામ માર્ગો પર ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી. પોલીસે
કુડાસણ વિસ્તારથી લઈને સમગ્ર શહેરી વિસ્તારના મુખ્ય અને આંતરિક માર્ગો પર ફ્લેગમાર્ચ કાઢી હતી. આ ફ્લેગમાર્ચમાં પોલીસ દ્વારા લોકોને ઘરે જ રહેવા માટે અપીલ કરવામાં આવી અને સાથેસાથે ચીમકી પણ આપવામાં આવી છે કે જા લોકો ઘરમાં નહીં રહે તો પોલીસને કાયદાકીય પગલાં ભરવા પડશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!