સુરતમાં યુકેથી આવેલ યુવતીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો

Spread the love
  • બે દિવસમાં ૯ શંકાસ્પદ દર્દી નોંધાયા, ૬ વ્યક્તિનો રિપોર્ટ પેન્ડિંગ

સુરત,
સુરત અને ગુજરાત માટે એક સારા સમાચાર આવ્યા છે. સુરતમાં ેંદ્ભથી આવેલી યુવતીનો કોરોનાનો રિપોર્ટ સારવાર બાદ નેગેટિવ આવ્યો છે. રિકવરી દેખાતા બીજા રિપોર્ટ ૨૪ કલાક બાદ કરાશે. ત્યારબાદ યોગ્ય લાગશે તો રજા પણ આપી દેવાશે એવું પાલિકાના આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું. સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહેલા કોરોના વાઇરસના બે દિવસમાં વધુ ૯ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. શંકાસ્પદ દર્દીઓમાંથી બે દિવસ પહેલાના બે અને ગત રોજના એક મળી કુલ ૩નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે ૬ વ્યÂક્તનો રિપોર્ટ હાલ પેÂન્ડંગ છે.
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના વધુ ૭ શંકાસ્પદ દર્દીઓ શનિવારે સામે આવ્યા છે. સામે આવેલા તમામ ૭ શંકાસ્પદ કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ન હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય મહિલા, મોટા વરાછા વિસ્તારમાં રહેતી ૮૦ વર્ષીય વૃદ્ધા, પિપલોદ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષીય કિશોરી, કતારગામ વિસ્તારમાં રહેતી ૭૦ વર્ષીય વૃદ્ધા, પિપલોદ વિસ્તારમાં રહેતી ૫૦ વર્ષીય મહિલા, અડાજણ વિસ્તારમાં રહેતી ૮૦ વર્ષીય મહિલા અને વેસુ વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીને શંકાસ્પદ લક્ષણો જણાતા અલગ અલગ હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં તેમના લક્ષણો શંકાસ્પદ જણાતા તેઓના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!