ભૂકંપથી ડરો નહીં પણ સાવચેતી રાખો

ભૂકંપથી ડરો નહીં પણ સાવચેતી રાખો
Spread the love

ભૂકંપનો આંચકો સુરક્ષાની દ્રષ્ટિએ નાગરિકો માટે વેક-અપ કોલ સમાન જ સુરક્ષિતતા માટે સંભવિત સાવચેતીના પગલાં સમજવા અને જાણવા અહીં કેટલાંક સરળ સુચનો આપ્યા છે.

ભૂકંપ અગાઉ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
ચિત્રો અરીસાઓ કે બૂકસેલ્ફને પલંગથી દૂર લટકાવો અથવા ખૂણામાં મુકાવો અરીસાથી પલંગને દૂર રાખો તમારા બેડરૂમના સુરક્ષિત ખૂણાઓ ખાલી રાખો. જરૂરી દવાઓ કે મલમો સાથેની કિટ નજીકમાં જ રાખો. ભારે વસ્તુઓ જેવી કે વોશિંગ મશીન રેફ્રિજરેટરને બહારની બાજુએ રાખો અને માઈક્રોવેવ્ઝને ઊંચા સ્થાન પર ન રાખો જ્વલનશીલ ચીજોને રસોડામાં ચૂલાથી દૂર રાખો મીણબતીઓનું પેકેટ અને

માચિસ સરળતાથી હાથમાં આવે એ રીતે નજીકમાં રાખો
જો તમે ફ્લેટમાં રહેતા હો તો તેના પીલર્સની મજબૂતી વિશે અધિકારીઓ પાસેથી જાણકારી મેળવો જો તે નબળાં હોય તો ઝડપથી તેનું સમારકામ કરાવી લો ભૂકંપ વખતે ધ્યાનમાં રાખવાની બાબત ફ્લેટ કે ઊંચી ઈમારતોમાં રહેતા લોકોએ ભૂકંપ આવે ત્યારે ભૂલથી પણ લિફ્ટનો ઉપયોગ ન કરવો.

પરંતુ સીડી પરથી ઉતરીને ખુલ્લી જગ્યા તરફ દોડી જવું
ઈમારતની અંદર રહેવું જોખમી બની શકે છે ભૂકંપ વખતે રસોડાનું કાઉન્ટર વગેરે જેવી જગ્યાની નીચે આશ્રય મેળવો અને ખુદને જાડા ધાબળા કે જેકેટ વડે ઢાંકી લો ખુલ્લી જગ્યામાં દોડી જવા પ્રયાસ કરો બૂક સેલ્ફ અથવા અન્ય કોઈ ભારે વસ્તુની નીચે આશ્રય ન લેશો જો તમે જાહેર સ્થળે હો તો ભયભીત ન થશો અને દોડશો નહીં. બેસી જાઓ અને નીચા નમીને માથુ અને ગરદનને તમારા હાથ અને કાંડા વડે ઢાંકી દો. તમે ડ્રાઈવીંગ કરતા હો ત્યારે તમને જો આંચકાનો અનુભવ થાય તો તમારી કારને માર્ગની એકતરફ પાર્ક કરી દો અને અંદર બેસી રહો પણ કારને વૃક્ષો કે વીજથાંભલાઓની નીચે પાર્ક ન કરશો.

તમારી ઓફિસ ઘરમાં સ્વીચ કે ઈલેક્ટ્રીક બોર્ડને અડકશો નહીં ભૂકંપ પછી ધ્યાનમાં રાખવાની બાબત તમારા પડોશીઓ અને મિત્રોને તેઓની સુરક્ષિતતા અંગે પૂછો ઈમર્જન્સી એમ્બ્યુલન્સ માટે સંપર્ક કરો અને ઘાયલોને મદદ કરો નજીવી ઈજાઓના કિસ્સામાં તમારી સેફટી કિટનો ઉપયોગ કરો અને લોકોને પાટા બાંધવાનું શરૂ કરો પીડીતો માટે પાણી જેવી જરૂરી ચીજો ઉપલબ્ધ રાખો.

કાટમાળ દૂર કરવામાં મદદરૂપ થાઓ અને સંલગ્ન અધિકારીઓને જાણ કરો
વીજથાંભલા કે લાઈટસને અડકવાનું ટાળો કારણ કે તેમાં શોક લાગી શકે છે.જ્યાં સુધી સુરક્ષિત છે એવી જાહેરાત ન થાય ત્યાં સુધી ક્ષતિગ્રસ્ત ઈમારતમાં પ્રવેશ ન કરશો જ્યારે બહાર જાઓ ત્યારે તમારા પગની સુરક્ષા માટે બૂટ પહેરો આવા સરળ ઉપાયો દ્વારા વ્યક્તિ પોતાની સાથે અને અન્યની સુરક્ષા પણ કરી શકે છે.

લેખક : વિનોદ મેઘાણી

BN-XJ104_3oFXj_OR_20180207014706.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!