દેશની શાસન વ્યવસ્થામા સર્વોપરી ચાણક્યપણું છે…

દેશની શાસન વ્યવસ્થામા સર્વોપરી ચાણક્યપણું છે…
Spread the love
  • રામ રાજ્ય ની બજપાઈએ કરેલી કલ્પના શું હતી..?

દેશમાં ઘણા વર્ષ પછી પૂર્ણ બહુમતી ની સરકાર બની છે. ભાજપ ની ગળથૂથી ના મુદ્દાઓ હતા..કાશ્મીર માથી કલમ ૩૭૦ હટાવવી, અયોધ્યામાં રામ મંદિર જન્મ સ્થળે બનાવવું,સમાન સિવિલ કોડ. સત્તા મા તો એક વાર બાજપાઈ પાંચ વર્ષ પૂરા કરી ચૂક્યા પરંતુ એમના વિચારો પ્રમાણે નું “રામ રાજ્ય” બનાવી ન શક્યા કારણ અસંખ્ય ટેકાઓ વાળી સરકાર હતી..

એક સમયે સત્તા ક્યારે આવશે તેની કલ્પના પણ ન હતી,માત્ર બે સાંસદ દેશની સંસદ મા ભાજપ ના હતા.તે સમયે બાજપાઈ ગારીયાધાર બસ સ્ટેન્ડ ચોક મા રાત્રી સભા કરવા આવ્યા,જોકે અચાનક આયોજન થતાં કોઈ તૈયારી કે સ્ટેજ પણ નોતું..ત્યારે બજપાઇએ તેના ભાષણ મા રામ રાજ્ય ની કલ્પના રજૂ કરી હતી…

એક ઘોર અંધેરી રાત, ઘના જંગલ,એક સુંદર ઔર પૂરી ગહનો સે મઢી યુવતી. માત્ર આટલા શબ્દો ને વાક્ય રચના મા જોડી બોલ્યા હતા…રામ રાજ્ય કી કલ્પના કરને વાલે હૈ હમ..રામ રાજ્ય કૈસા… “એક ઘોર અંધેરી રાત,આધી રાત, કોઈ ગહનો સે મઢી સુંદર યુવતી, ઘને જંગલ મે સે અકેલી પસાર હો જાય, તો સમાજના યહાં રામ રાજ્ય હૈ.”

એ રામ રાજ્ય ની કલ્પના કે ગળથૂથી ના વચનો ઉકેલી ન શક્યા કારણ કે ૨૪ પક્ષો ના ટેકાથી સત્તા બની હતી..પરંતુ ફરી સત્તા માટે પ્રયાસ પણ ન કર્યો,કારણ એક મતે સરકાર તૂટી હતી..અને શંભુ મેળો ભેગો કરી દેશ ને ઉગારવા ને બદલે ડૂબાડવા નું કામ તેઓ ને પસંદ ન હતું..
તેઓ કોઈ સાંસદ ને ખરીદવા કે પક્ષ પલટો કરાવવા મા માનતા નોતા.એટલે તો તેના વ્યક્તિત્વ ની ચોમેર સરાહના થાય છે.દુશ્મન પણ વખાણે એવું જીવન હતું..

આજે તો “વર મરો,કન્યા મરો,ગોર નું તરભાણું ભરો.” જેવી ફૂટ નીતિ, ચાણક્ય નીતિ સર્વોપરી છે.ભલે ગળથૂથી ના મુદ્દાઓ પૂર્ણ બહુમત હોવાથી ઉકેલવા પહેલ કરી,પણ રીત રસમ ખોટા છે. માણસ માત્ર મા માયા છે.મોહ,માયા ને પ્રેમ થી માણસ ને જીતી શકાય છે.ગળથૂથી નું ઉકેલવામાં દેશમાં એટલી અફડા તફડી થઈ ગઈ કે જશ ઓછો ને અપજશ વધી ગયો.

મોદી ના નેતૃત્વ મા બનેલી સરકારે આપેલા અનેક વચનો અભેરાઈએ ચડ્યા એતો સ્વીકારવું જ રહ્યું. પણ નોટ બંધી નો નિર્ણય દેશની મોટી દુઘર્ટના બની ગઈ. બેકારી,બેરોજગારી,મોંઘવારી અને ભૂખ મરો વધ્યા. અધૂરામાં પૂરું આવ્યો જી.એસ.ટી.એક ના બદલે ચાર સ્ટેપ. છતાં પેટ્રોલિયમ અને ગેસ બહાર. કોઈ સ્પર્ધાત્મક પરિક્ષા સલામત નહિ,કોઈ ભરતી વિવાદ વિનાની નહિ.

આતંકવાદી ઓ એ કરેલી સર્જીકલ સ્ટ્રાઈક આજે પણ પ્રશ્નાર્થ છે.તપાસ નું માત્ર નાટક,પકડાયેલ આરોપી ચાર્જશીટ ના અભાવે છૂટી ગયો. સૈનિકો નું મનોબળ વધ્યું કે તૂટ્યું..? ટ્રીપલ તલ્લાક કે રામ મંદિર નાં ચુકાદાઓ સાથે લશ્કરી જહાજ ખરીદી મા થયેલ ઘપ્લા ના આક્ષોપો વાળા કેસના ચુકાદા ધડાધડ આવ્યા..ને ચીફ જસ્ટિસ નિવૃત્ત થયા. ગણતરી ના દિવસો મા સીધા રાજ્યસભામાં..

સી.એ.એ.ની છાવણીઓ ચાલુ હતી ને ચૂંટણી આવી,ભાજપ ની શિકસ્ત ઘર આંગણે થઈ. કોરોના ચાઇના મા હાહાકાર મચાવતો હતો.ત્યારે વિરોધ કરનારા ઉપર બાન લાગવા માંડ્યા.પણ સત્તા પક્ષ ની સી.એ.એ.સમર્થન ની રેલીઓ ચાલુ જ રહી..મુસ્લિમ સમાજ પણ તેમાં જોડાયો. છેલ્લે બે મહાસત્તા ગણાતા અમેરિકા અને ભારત ના નેતાઓ એ પોતાના કદ વધારવા કરેલો અમદાવાદ નો કાર્યક્રમ પણ થયો.પાડોશી દેશ ની વાયરસ દહેશત ની પૂર્વ તૈયારી નોતી ભારત ને કે નોતી અમેરિકાને..

ઘર બાળી ને તીરથ કરવા ની આદત આપણને ભારતીયો ને ખરીને..? આરોગ્ય ના સાધનો ની સહાય બીજાને કરી..ભારત માં કહેવાય..માં ભૂખી રહી દીકરાને ખવરાવે.!!! અહી મેડિકલ સેવા કરનારાઓ પાસે પૂરતા એપ્રોન કે કોરોના પ્રૂફ યુનિફોર્મ નથી. “ઘર ના ઘંટી ચાટે, ને ઉપાધ્યાય ને આંટો” વધારે પડતાં બુદ્ધિશાળી કોઈનું માને નહી, તૂટે પણ નમે નહિ,બરબાદી પસંદ કરે બચાવ નહિ. ક્યાં ગઈ એ બાજપાઈ ની રામ રાજ્ય ની કલ્પના..? ક્યાં ગઈ એ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની છેવાડા ના માનવી ની ચિંતા..? ક્યાં ગઈ પંડિતજી ની “હાર હાથ કો કામ, ઔર હર ખેત કો પાની” ની વાત..?

પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની વિચારધારા ને રેશન શોપ ના બોર્ડ મા કેદ કરી છે..જ્યાં “વન ટુ કા ફોર” થાય છે..

વિદેશ માથી લાવ્યા નું ગૌરવ લઇ પાકિસ્તાન ને તેના મારતા હતા.પણ વિદેશમાંથી કોરોના સાથે અમીરો ને લાવ્યા..તેની સજા મજદુરોએ, વિસ્થાપિતો એ ,ગરીબોએ, રોજગાર ધંધા વાળા ઓએ ભોગવી..

ન મળી બસ, ન મળ્યું ભોજન, ન મળી સહાય.તેની પાસે નથી રેશન કાર્ડ,નથી આધાર કાર્ડ,નથી જન્મ તારીખ ના દાખલા. એન.આર.પી લાગુ પડે તો રોડે ચડ્યાં અને પોલીસ દમન નો ભોગ બન્યા તેનો જ વારો પડે..એ બધા મુસ્લિમ નોતા..કોઈ બિહારી,કોઈ બંગાળી,કોઈ એમ.પી ના,કોઈ યુ.પી.ના, કોઈ કેરળ,કોઈ રાજસ્થાન, પૂરા દેશમાં હતા..

પોતાના રાજ્યોએ બોર્ડર સિલ કરી,એકેય મેળ ના ન રહ્યા..

ચાણક્ય ની ગાથા તો પવિત્ર હતી તેની બુદ્ધિ યોગ્ય રસ્તાઓ કાઢવા માટે પારંગત હતી..કોઈનું નક્ખોદ કાઢવા માટે નહી.બુદ્ધિ સાથે પ્રમાણિકતા હતી,એટલે ચાણક્ય ચર્ચામાં હતો,છે અને રહેશે..

પણ આજના કહેવાતા ચાણક્ય ક્ષણિક સુખ ના ઘમંડ થી ઘેરાયેલા છે.નથી પોતે સુખી,નથી કોઈના પરિવાર સુખી કે નથી દેશ સુખી. “પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ” બસ પૈસા પાછળ ની દોટ સુખની શોધમાં છે,જેનો અંત નથી.

લી.
લાભુભાઈ પી. કાત્રોડીયા
પ્રમુખ : ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ
ભાવનગર (મો) 94265 34874

Admin

Admin

9909969099
Right Click Disabled!