વિરમગામ પંથકમાં કોરોના સંકટ વચ્ચે માસ્ક અને સોશ્યલ ડિસ્ટનન્સ અને લોક ડાઉન નો ભંગ નિયમોનુ ઉલંઘન

વિરમગામ પંથકમાં કોરોના સંકટ વચ્ચે માસ્ક અને સોશ્યલ ડિસ્ટનન્સ અને લોક ડાઉન નો ભંગ નિયમોનુ ઉલંઘન
Spread the love
  • નાના બાળકો સહીત ભીડ ભેગી કરી રહેલ ભાજપના હોદ્દેદારો ભાન ભૂલ્યા… ફોટાઓ સોશ્યલ મિડીયા પર વાયરલ..

હાલ સમગ્ર ગુજરાત ભારત અને વિશ્ર્વ કોરોના વાઇરસ થી ઝઝૂમી રહ્યુ છે તેવામાં વિરમગામ પંથક પણ બાકાત નથી તાજેતરમાં કુમારખાણ અને માંડલના ઉઘરોજપુરા ગામે કોરોના પોઝેટીવ કેસો નોઘાયા છે. બીજી બાજુ સેવાકીય પ્રવૃતિ કરતા જવાબદાર ભાજપના હોદ્દેદારો ભાન ભૂલ્યા છે..વિરમગામ ગ્રામ વિસ્તારોમાંથી ગામડે ગામડે ફરીને ટ્રેક્ટરો દ્વારા ઘઉં એકત્રીત કરી જરૂરીયાતમંદો ને આપવાનો સેવા ચાલી રહી છે તે ખૂબ સારી બાબત છે.

પરંતુ અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી સહિત વિરમગામ ભાજનના તાલુકા પ્રમુખ કિરીટસિંહ ગોહેલ તેમજ તાલુકા પંચાયત ના મહીલા પ્રમુખના પતિ લખુભા સહિત કાર્યકરો અને ગ્રામજનો માસ્ક કે સેનેટાઇઝર તેમજ સોશ્યલ ડિસ્ટનન્સ રાખ્યા વિના ટોળા ભેગા થઈ ઘઉં એકત્રીત કરી રહ્યાં છે જેઓના ફોટા સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહ્યા છે.જો ભાજપના હોદ્દેદારો અને જવાબદાર કાર્યકરો જ કોરોના સંકટ વચ્ચે નિયમો અને સોશ્યલ ડિસ્ટનન્સનુ પાલન ન કરે તો કોરોના સંકટ ને દૂર કરવાને બદલે વ્યાપ વઘારો  થશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!