જૂનાગઢ : લોક ડાઉનમાં યુટયુબના માધ્યમથી શિક્ષણ

Spread the love
  • રોજ ૧૮ કલાક થી વધુ કામ કરી પ્રાથમિક અને માધ્યમિકના ગણિત વિષય ના ધોરણ વાઇજ ૨૦૦ થી વધુ વિડિયો અપલોડ કર્યા
  • લોકડાઉનમાં આઠ લાખ થી બધું લોકો એ વેબસાઈટની મુલાકાત લીધી
  • YouTube par રોજ ૧૩ હજારથી વધુ લોકો લોકો youtube વીડિયો જોઈ રહ્યા છે

જૂનાગઢના શિક્ષકે લોકડાઉન દરમિયાન સતત ૧૮ કલાક કામ કરીને ધોરણ પાંચ થી દસ સુધીના પ્રકરણ વાઈઝ ગણિતના ૨૦૦ થી વિડીયો વધુ અપલોડ કરેલા છે. જેને જોનારની સંખ્યા વેબસાઈટ ઉપર આઠ લાખથી વધુ આ મહિનામાં પહોંચી ગઈ છે. આ ઉપરાંત હાલ લોકડાઉન દરમિયાન યુટયુબ પર દરરોજ ૧૨ હજારથી વધુ લોકો લોકો વીડિયો જોઈ રહ્યા છે. બલદેવપરી જવેરપરી ભેસાણ તાલુકાની બરવાળા માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહયા છે. વિધાર્થીઓને માટે ઓનલાઇન શિક્ષણ મળી રહે એ માટે તેમણે ૨૦૧૧ થી વેબસાઈટ બનાવી છે.

જેમાં વિધાર્થીઓ ઉપરાંત શિક્ષકોને ઉપયોગી ફ્રી ઈ મટીરીયલ અપલોડ કરવામાં આવે છે. ઉપરાંત યુટયુબ પર પણ ગણિતના વીડિયો મુકવામાં આવ્યા છે. હાલમાં લોકડાઉન દરમિયાન તેમણે સતત ૧૮ કલાક કામ કરીને ધોરણ પાંચ થી ૧૦ સુધીના પ્રકરણ વાઈઝ ગણિતના ૨૦૦ થી વધુ વિડીયો અપલોડ કરેલા છે. જેને જોનારની સંખ્યા વેબસાઈટ ઉપર આઠ લાખથી વધુ આ મહિનામાં પહોંચી છે. તેમજ બાળકોને બતાવી શકાય તેવા ફિલ્મોનો સંગ્રહ પણ તેમને એકઠો કરીને PDF દ્વારા શેર કરેલો છે.

તેમણે આ કામ બાળકોનાં હિત માટે ઘેર રહીને અભ્યાસક્રમ કરાવી શકાય અને રમતા રમતા ગણિત ગણી શકાય તેવી નવી સિરીઝ પણ શરૂ કરીને ગણિતના ૫૦થી વધુ વિડિયો પણ યુટ્યુબ પર અપલોડ કરેલા છે. જેને વાલીઓ પોતાની અનુકૂળતા એ બાળકોને શીખવી શકે છે. તેમજ ગણિત લોકભોગ્ય બને એ રીતે વીડિયો બનાવીને મૂકવામાં આવેલા છે. આ પ્રકારની માહિતી માટે WWW.BALDEVPARI.COM એ વેબસાઇટ પર મુલાકાત લેવી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!