કોરોના જંગના અડિખમ યોધ્ધા વૈધ પંડિત દેવાનંદ બાલમુકુંદ

કોરોના જંગના અડિખમ યોધ્ધા વૈધ પંડિત દેવાનંદ બાલમુકુંદ
  • સેવા જ જીવન મંત્ર છે જેનો તે નાડી વિધ્યાના જાણકાર  વૈધ પંડિત દેવાનંદ બાલમુકુંદ
  • પોતાના પરીવાર બાળકોથી દૂર રહી ગ્રામજનોની સેવા કરી રહ્યા છે

હિંમતનગર,
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વલિયમપુરા ગામમાં આવેલા આયુર્વેદિક દવાખાનામાં વર્ષોથી સેવા આપી રહેલા વૈધ પંડિત દેવાનંદ બાલમુકુંદ. પરીવાર અમદાવાદમાં રહે છે પરંતુ કોરોનાના કારણે છેલ્લા બે મહિનાથી પરીવારથી દૂર હાલ વલિયામ ગામમાં રહીને જ ગામ લોકોની સેવા કરી રહ્યા છે. નિયમ અને સમયના ચુસ્ત આગ્રહી અને પોતાના દર્દીઓને પ્રથમથી જ સમર્પિત એવા કુશલ વૈધરાજ એવા ડોક્ટર સાહેબ માટે સમગ્ર ગ્રામજનો અને દર્દીઓમાં ખુબ જ આદર અને સન્માન છે

સેવા અને નિષ્ઠાનો સમન્વય એટલે વૈધ પંડિત દેવાનંદ બાલમુકુંદ.. જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદિક દવાખાનુ અને એની આગળ મોટી લાઇન નવાઇ લાગે એવી વાત છે, પરંતુ વાત સાચી છે. વલિયમપુરા ગામમાં ચાલતા આયુર્વેદિક દવાખાને દવા લેવા માટે માત્ર જિલ્લાના જ નહિં પરંતુ ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ અને અરવલ્લી જિલ્લાના લોકો પણ આવે છે.

વૈધ પંડિત દેવાનંદ બાલમુકુંદ જણાવે છે કે, ભારતીય પરંપરા અનુસાર નાડિ ચિકિત્સા પધ્ધતિ દ્રારા રોગનુ નિદાન કરે છે. જે આપણી પારંપરિક પધ્ધતિ છે. આ પધ્ધતિથી શરીરમાં રહેલ રોગને જડ-મૂડથી મટાડી શકાય છે. આયુર્વેદ પધ્ધતિને અપનાવવાથી લોકો રોગ મુક્ત રહી શકે છે. યોગ્ય આહાર વિહાર આપણા શરીરમાં રોગ સામે લડવાની શક્તિ આપે છે. હાલમાં કોરોનાને કારણે વિશ્વમાં હાહાકાર છે પરંતુ આ રોગથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી માત્ર સાવચેતી જરૂરી છે. આપણા આયુર્વેદમાં આપવામાં આવેલા ઉકાળા અને ઔષધો દ્રારા આ રોગ સામે રક્ષણ મેળવી શકાય છે. અત્યાર સુધીમાં તલોદની આસ-પાસના વિસ્તારોના હજારો લોકોએ ઉકાળનો લાભ લીધો છે. સાથે ઘરે કેવી રીતે ઉકાળા બનાવા તેમજ રોગ સામે કેવી સાવચેતી રાખવી તે અંગે લોકોને જાગૃત કરવાનું કામ કરે છે.

ડોકટર સાહેબનો પરીવાર અમદાવાદ શહેરમાં રહે છે પરંતુ કોરોના મહામારીને કારણે જ્યારે કલેક્ટરશ્રી દ્રારા જિલ્લામાં જ રહેવા આદેશ થયો ત્યારથી તેઓ વલિયમપુરા ગામમાં જ રહિ લોકોની સેવા કરી રહ્યા છે. વલિયમપુરા અને તલોદની આસ-પાસના વિસ્તારોમાં ઉકાળા વિતરણ વગેરે જેવી સેવા આપી રહ્યા છે.
કોરોનાના કપરાકાળમાં પોતાની ફરજને પ્રાધાન્ય આપી પોતાના દર્દીના મનમાં કોઇ અવિશ્વાન ના થાય તે માટે પોતાના બાળકોથી દૂર રહી ગામમાં પોતાની ફરજ નિભાવી રહેલા ડોક્ટર સાહેબ રોજના ૬૦ થી વધુ દર્દીઓને તપાસે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!