જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા કાઉન્સેલીંગ માટે હેલ્પલાઇન

Spread the love
  • કોરોના વૈશ્વિક મહામારી છે, વ્યક્તિગત બાબત નહિ ઘીરજ રાખવા સહિતનું માર્ગદર્શન આપી વિધાર્થીર્ઓને કરવામાં આવી રહ્યા છે માનસિક સ્વસ્થ

જૂનાગઢ : કોરોના વૈશ્વિક મહામારી એ લોકોનું જીવન બદલી નાખ્યુ છે. હકારત્મક અને નકારત્મક અસરો થઇ છે.લોકડાઉનમાં વિઘાર્થીઓના કાઉન્સેલીંગ માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્રારા હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે. કાઉન્સેલીંગ દ્રારા આ કપરા સમયમાં વિઘાર્થીઓને માનસિક સ્વસ્થ કરવામાં આવ્યા છે. સાથે જ તેમનું મનોબળ પણ વઘારવામાં આવ્યુ છે. જોષીપરા મહિલા કોલેજમાં ફરજ બજાવતા ડો.શારદા વિરાણીએ જણાવ્યુ કે, વિધાર્થીઓને પરીક્ષા સંદર્ભે , શાળા-કોલેજે હવે અપડાઉન કેવી રીતે કરીશુ, હોસ્ટેલમાં શું થશે, જેવા પ્રશ્નોનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

તેમણે ઉમેર્યુ કે અભ્યાસમાં ખુબ જ હોશિયાર વિધાર્થીનો ફોન આવેલ. તેણે કહ્યુ, મે ફર્સ્ટ આવવા ખૂબ તૈયારી કરી છે. હવે પરીક્ષા લીઘા વગર પાસ કરાશે તો માર્કસ સારા નહિ આવે. મારી આખા વર્ષની મહેનત પાણીમાં જશે. આ અંગે તેમણે જણાવ્યું કે,કોરોના એ વ્યક્તિગત બાબત નથી, વૈશ્વિક મહામારી છે. સ્વસ્થ રહેવા અને ગભરાયા વગર પરીક્ષા આપવા માર્ગદર્શન અપાયુ હતું. જ્યારે માણાવદર કોલેજના પ્રોફેસર ડો.વિજય પંડ્યા એ જણાવ્યુ હતું કે, વિધાર્થીઓને પરીક્ષા ક્યારે લેવાશે, લોકડાઉનમાં ઉંઘ નથી આવતી જેવા પ્રશ્નોનું નિરાકરણ કર્યુ હતું.

ડો.સુભાષ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ, કોલેજના એસો.પ્રોફેસર ડો.મેઘલબેન બુચે જણાવ્યું કે, વિધાર્થીઓને લોકડાઉનમાં કંટાળો આવતો, અભ્યાસ કરવાનું મન થાય પણ વંચાતું નહીં, ને ઘરમાં રહી મજા નથી આવતી, ગુસ્સો આવ્યા કરે છે શું કરવું તે સમજાતું નથી. આવી જ વાત એકની નહીં બીજા વિદ્યાર્થીની પણ સાંભળવા મળી. ડો.મેઘલબેને કહે છે અમે તેમની વાત મુજબ માર્ગદર્શન આપ્યું. પણ હવે સામાન્ય બધા જ ને કહેવાનું કે પહેલી વાત તો એ કે મોબાઈલને લોક રાખો છો તો એ કોણ ખોલી શકે છે? તમે પોતે જ ને? તો તમારા મુડની ચાવી પણ તમારા જ નિયંત્રણ માં રાખવી જોઈએ. કોઈપણ પરિસ્થિતિમાં ચલિત ન થઇ જવાય તેટલાં મક્કમ બનો.અને પોતાને વિવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવું પણ તેટલું જ અગત્યનું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!