મહીસાગર જીલ્લાની કિસાન માધ્યમિક વિદ્યાલયનો પ્રોજેક્ટ “ફેસ શિલ્ડ” ને દેશના પ્રથમ ૨૫ પ્રોજેક્ટમાં પસંદગી

મહીસાગર જીલ્લાની કિસાન માધ્યમિક વિદ્યાલયનો પ્રોજેક્ટ “ફેસ શિલ્ડ” ને દેશના પ્રથમ ૨૫ પ્રોજેક્ટમાં પસંદગી
Spread the love
  • મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડે આ નવતર અભિગમ માટે વિજ્ઞાન શિક્ષકોને અભીનંદન પાઠવ્યા

લુણાવાડા,
વૈશ્વિક મહામારી કોરોનાનો સંકટકાળ ચાલી રહ્યો છે ત્યારે તેના સંક્રમણથી બચવા માટે સાવચેતી એ જ સલામતી એ મહામંત્રને ધ્યાને લઇ લોકડાઉનના સમયગાળાનો સદઉપયોગ કરી મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલયના વિજ્ઞાન શિક્ષકોએ નવતર પ્રયોગ કર્યો. કોરોનાથી બચવા માત્ર બે જ ઉપાયો છે. પ્રથમ ઉપાય કોરોનાની રસી અને બીજો ઉપાય સ્વયંની રક્ષા અને તેમાં ખાસ કરીને આપણે માસ્ક્નો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેના ઉપયોગથી મો અને નાક નું રક્ષણ થાય છે જ્યારે આંખો દ્વારા પણ કોરોના શરીરમાં પ્રવેશી શકે છે. કોરોનાના ચેપથી બચવા આંખ, નાક અને ચહેરાનુ રક્ષણ કરવાના ઉદ્દેશ્યથી નજીવા ખર્ચે ફેસ શિલ્ડની રચના કરી ઇનોવેટ ફોર ઇન્ડિયા ચેલેન્જ COVID-19 માં પ્રોજેક્ટ રજૂ કર્યો જેની દેશના પ્રથમ ૨૫ પ્રોજેક્ટમાં પસંદગી થતાં મહીસાગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
મહીસાગર જીલ્લાના વિજ્ઞાન શિક્ષકશ્રીઓ નિરવકુમાર.જી.ત્રિવેદી અને હિતેશકુમાર વાય પટેલને કોરોના વાયરસથી બચવા ઇનોવેટિવ વિચાર આવ્યો. આપણે જાણીએ છીએ કે કોઈપણ કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિ જ્યારે વાત કરતો હોય, ઉધરસ ખાતો હોય કે છીંકે તો તેના મોં દ્વારા ડ્રોપલેટ્સ હવામાં પ્રસરતા હોય છે. આવા નાના-નાના ડ્રોપલેટ્સ કેટલાય સમય સુધી હવામા તરતા રહેતા હોય છે અને ત્યારબાદ તે પૃથ્વીના ગ્રેવિટેશનલ ફોર્સના કારણે નીચે જમીન પર કે નીચે રહેલ અન્ય વસ્તું પર પડતા હોય છે. જ્યાં સુધી તે હવામાં હોય ત્યાં સુધી હવાના માધ્યમથી તે માણસના આંખ, નાક અને મોં દ્વારા વ્યક્તિના સંપર્કમાં આવતા તે વ્યક્તિને સંક્રમીત કરે છે. પોતાના ઇનોવેટીવ વિચારને સાર્થક કરવા માટે ઘણા મનોમંથન બાદ વિજ્ઞાન શિક્ષકોએ નિષ્કર્ષ પર આવ્યા કે આંખ, નાક અને મોઢા ની રક્ષા કરવી હોય તો ફેસ શિલ્ડથી ઉત્તમ ઉપાય બીજો કોઈ ન હોઈ શકે. જેથી તેમણે ફેસ શિલ્ડથી બનાવવાનું નક્કી કર્યું.

આ ફેસ શિલ્ડ બનાવવા માટે પેપર લેમિનેશન સીટ (ટ્રાન્સફરન્સી સીટ), ઇલાસ્ટિક, સ્પંચ, સોલ્યુશન વગેરેનો ઉપયોગ કરી ૯ ઇંચ જેટલી પહોળાઈનું અને ૧૨ ઇંચ જેટલી લંબાઇ ધરાવતી પેપર લેમિનેશન સીટ માં જે નામનું લેબલિંગ કરવું હોય તેને એક ઇંચ પહોળાઇ અને ૧૧ ઈંચ લંબાઈની પટ્ટી પર પ્રિન્ટ કરી તેને લેમિનેશન સીટ ની વચ્ચે ઉપર તરફ મૂકી લેમિનેશન કરી ૧.૨૫ ઇંચ જેટલી પહોળાઈનું અને ૧૨ ઇંચ જેટલી લંબાઇનું ઇલાસ્ટિક ફીટ કરવા માટે બંને બાજુ કટર દ્વારા સ્લોટ બનાવવામાં આવે છે અને તેમાંથી ઇલાસ્ટિક ને પસાર કરી બંને બાજુ ગુંદર દ્વારા ચોટાડી દેવામાં આવે છે. સ્પંચનો ૧ ઇંચ જાડાઇ, ૧.૫ ઇંચ પહોળાઇ અને ૧૧ ઈંચ લંબાઇનો ટુકડો કાપી તેને લેબલિંગના પાછળના ભાગમાં ચોંટાડી દેવામાં આવે છે. નીચે તરફના કોર્નરમાં ૬ સેન્ટીમીટર બંને તરફ માર્કિંગ કરી ગોળ બનાવવામાં આવે છે. આમ ખૂબ સરળતાથી ફેસ શિલ્ડ બનાવી શકાય છે આ ફેસ શિલ્ડ બનાવવાનો માત્ર પાંચ રૂપિયા જેટલો નજીવો ખર્ચ થાય છે. તેને સેનેટાઇઝ કરી તેનો ઉપયોગ ફરીથી પણ કરી શકાય છે.

એબીએલ એજ્યુકેશન એલએલપી ઇનોવેટ ફોર ઇન્ડિયા ચેલેન્જ કોવિડ-૧૯ માં આ ઇનોવેટિવ પ્રોજેક્ટ સબમીટ કર્યો હતો. તેમાં દેશના ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એ પોતાના ઇનોવેટિવ આઇડિયા મુક્યા હતા જેમાં મહીસાગર જિલ્લાના આ વિજ્ઞાન શિક્ષકોનું ઇનોવેશન “ફેસ શિલ્ડ” દેશના પ્રથમ ૨૫ ઇનોવેશન માં પસંદગી પામ્યો છે. ઓ.કે.સી સંકુલના પ્રમુખ મૌલિક કે પટેલ દ્વારા શિક્ષકોને વિજ્ઞાન, ટેક્નોલોજી, ઇનોવેશન અને નવતર પ્રયોગ માટ અભિનંદન પાઠવી પ્રોત્સાહન પૂરું પાડી સામાજિક કાર્ય માટે સાર્વજનિક કરવા માર્ગદર્શન આપ્યું હતું

જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડે આ નવતર અભિગમ માટે શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી જિલ્લામાં કોરોના વોરિયર્સને તેમજ જનસામાન્યને આ ઘરે બનાવી શકાય તેવો ફેસ શિલ્ડ ઉપયોગી નીવડશે તેમજ દરેક વ્યક્તિ પોતાના ઘરે બનાવીને પણ આરોગ્યના સ્વરક્ષણ હેતુ ઉપયોગ કરી શકશે તેમ જણાવ્યું હતું. આજે આ શિક્ષકોએ કલેકટર કચેરી ખાતે રૂબરૂ આવિને તેમના દ્વારા બનાવેલા ફેસ શિલ્ડ જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડને આપ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી શિલ્પાબેન પટેલ પણ આ બન્ને શિક્ષકોને તેમના દ્વારા બનાવવામાં આવેલ ફેસ શિલ્ડને રાષ્ટ્રીય કક્ષાએ ૨૫ મો રેન્ક અપાવવા અને જિલ્લાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!