પવન ફૂંકાવાની અને હળવા વરસાદી ઝાપટાની શકયતાઓ વચ્ચે પાક સલામતી માટે ખેડતોને માર્ગદર્શન

Spread the love

લુણાવાડા,
મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત મહીસાગરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં અરબી સમુદ્રમાં હળવુ દબાણ ઉભુ થયેલ હોઈ, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસમાંપ્રી મોનસુન એક્ટિવિટીના ભાગરૂપે પવન ફુકાવાની શક્યતા છે અને કયાંક હળવા વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતાઓ રહેલી છે. જેને ધ્યાને લઇ ખેડુતોએ પાક સંરક્ષણ જણસીને સલામત રાખવા અને સુરક્ષા જાળવવા સહિતની કાળજી રાખવી જરુરી છે.આ અંગે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યું ખેડુતોએ પોતાના ઉત્પાદિત થયેલો પાક એટલે કે ખેત પેદાસ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો, ઘાસચારો વિગેરે ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવો અને તાડપત્રી હાથવગી રાખવી વેચાણ અર્થે એ.પી.એમ.સી અથવા ખરીદ કેંદ્ર ખાતે ટેકાના ભાવે વેચાણ અર્થે લઈ જવાથી ખેત જણસી ઢાંકીને લઇ જવી અને હવામાન ખાતાની આગાહી હોઈ તેવા સમયે ખેત જણસી વેચાણ શક્ય હોય તો ટાળવુ એ.પી.એમ.સી માં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા વેપારી મિત્રોને વિનંતી. પશુઓ માટેના ઢાળીયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવનમાં ઉડે નહી તે જોવુ. શક્ય હોય તો બાગાયતી પાકોમાં પણ કાળજી લેવી જેમ કે શાકભાજી વગેરે તૈયાર હોય તો તુરંત ઉતારી લેવું.નવા વાવેતર બાબતે જેવું કે બીટી કપાસનું વાવેતર વરસાદ કે પવનની આગાહીઓને ધ્યાને રાખી કરવું જેથી વાવેતર નિષ્ફળ ન જાય ઉભો પાક જેવાકે ઉનાળુ બાજરી વગેરેમાં કાપણી થયેલ હોય તો તુરંત પગલા લઇ સુરક્ષિત જગ્યાએ રાખી લેવું .શાકભાજી વગેરેમાં પિયત ટાળવું . ખેતી ઈનપુટ એટલે કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં પલળે નહિ તે મુજબ રાખવો ખેતરમાં કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય. ઉભા પાકમાં હાલ તુરંત નાઈટ્રોજનયુક્ત ખાતર એટલે કે યુરીયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવુ વરસાદ કે પવનની આગાહી ધ્યાને લેતા મોબાઇલ ફોન ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવા અને સુરક્ષા માટેની તમામ વ્યવસ્થા રાખવી રાખવા જણાવાયું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!