મહેસાણા જિલ્લામાં મંગળવારે કોવિડ-૧૯ના ૦૭ પોઝીટીવ કેસ નોંધાયા

Spread the love
  • મહેસાણા જિલ્લામાં કોવિડના ૦૧ દર્દીનું અવસાન- જિલ્લામાં આજ સુધી કોવિડના ૦૮ દર્દીઓનું અવસાન
  • મહેસાણા જિલ્લામાં આજ દિન સુધી કોવિડ-૧૯ના ૧૧૪ કેસ નોંધાયા

મહેસાણા
મહેસાણા જિલ્લામાં મંગળવારે ૪૮ સેમ્પલના પરીણામ આવ્યા હતા.જેમાંથી ૪૫ સેમ્પલના પરીણામ નેગેટીવ અને ૦૩ સેમ્પલના પરીણામ પોઝીટીવ આવેલ છે.આ ઉપરાંત ૦૧ જુનના રોજ કોવિડ-૧૯ના દર્દી ૬૦ વર્ષીય હરીભાઇ એન રાવલનું અવસાન થયેલ છે. વડનગર તાલુકાના ઉણાદના વતની હરીભાઇને ૩૦ મે ના રોજ કોવિડ-૧૯ પોઝીટીવ આવેલ હતો જેઓનું અવસાન થતાં જિલ્લામાં કોવિડ-૧૯ના આજ દિન સુધી ૦૮ દર્દીઓના અવસાન થયેલ છે..

મહેસાણા જિલ્લામાં મંગળવારે જાહેર થયેલ કોવિડ-૧૯ના સાત દર્દીઓની વિગતો મેળવીએ તો (૧) જોટાણાના વતની ૪૦ વર્ષીય બીનાબેન રાવલ (૨)કડીના વતની ૫૫ વર્ષીય હસનઅલી ફકરૂદીન મોગરા (૩)હિમાન્શુ ખમાર ૪૭ વર્ષીય જેઓ જેઓ કડીના વતની છે.અત્રે ઉલ્લેખનીય છેકે જિલ્લામાં બે કડીમાં અને ૦૧ જોટાણામાં કોવિડ-૧૯ પોઝીટીવ આવેલ છે. આ ઉપરાંત અન્ય ચાર કોવિડના દર્દીઓના સેમ્પલ ગાંધીનગર અને અમદાવાદ ખાતેથી લેવામાં આવેલ હતા જે પોઝીટીવ જાહેર થયા હતા જઓની વિગતો જોઇએ તો દોલાણી પાર્ક કડીના ૦૧ વ્યક્તિ જેઓને અમદાવાદથી ૦૨ જુનના રોજ પોઝીટીવ આવેલ છે.જેઓને સારવાર અર્થે એસ.જી.વી.પીમાં દાખલ કરેલ છે. પાનસરા વાસ નાની કડીના ૦૧ વ્યક્તિને અમદાવાદ ખાતે ૦૨ જુનના રોજ પોઝીટીવ આવેલ છે જેઓને આઇ.કે.ડી અમદાવાદ ખાતે દાખલ કરેલ છે. કાજીવાસ કપડા બજાર કડી વિસ્તારના ૦૧ વ્યક્તિ અને સિવિલ કોર્ટની સામે કલોલ દરવાજા કડી વિસ્તારના ૦૧ વ્યક્તિને ૦૨ જુનના રોજ કોવિડ પોઝીટીવ આવેલ છે જેઓને જી.એમ.ઇ.આર.એસ ગાંધીનગર ખાતે દાખલ કરેલ છે. જિલ્લામાં લેવાયેલ ૭૭ શંકાસ્પદ નમુનાના પરીણામ પેન્ડીંગ છે. જિલ્લામાં હાલમાં એકટીવ કેસ ૨૯ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!