જૂનાગઢ જિલ્‍લામાં તા. 26 જૂલાઈ સુધી હથિયારબંધી

Spread the love

જૂનાગઢ જિલ્‍લામાં સાંપ્રત સમયે બનતી ઘટનાઓ ધ્યાને લઇ તમામ સ્‍તરે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તેમજ તકેદારી રાખવી આવશ્યક હોય જૂનાગઢ જિલ્લામાં હથિયાર બંધીનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવા થયેલ દરખાસ્ત વ્યાજબી જણાતાં અધિક જિલ્‍લા મેજસ્‍ટ્રેટશ્રી ડી.કે.બારીઆએ તેમને મળેલ સત્‍તાની રૂએ તાત્કાલિક અસરથી તા. ૨૬/૭/૨૦૨૦ પ્રતિબંધાત્‍મક આદેશ જારી કરેલ છે.

જે અંતર્ગત કોઇપણ ઇસમે શસ્ત્ર દંડા, તલવાર, ભાલા, ચપ્‍પુ, લાઠી, લાકડી અથવા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી કોઇ ચીજો લઇ જવી નહીં.પથ્થરો અથવા બીજા શસ્‍ત્રી ફેંકવા અથવા નાખવામાં ઉપયોગી હોય તેવા યંત્રો અથવા સાધનો લઇ જવા,એકઠા કરવા તથા તૈયાર કરવા નહીં, વ્‍યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહીં. અપમાન કરવા અથવા જાહેર કરવાનાં ઈરાદાથી જાહેર બિભત્સ સુત્રો પોકારવા નહીં. અસ્‍લીલ ગીતો ગાવા નહીં. જેનાથી સુરૂચીનો ભંગ થાય તેવુ ભાષણ કરવુ નહીં તેવા હાવભાલ કરવા નહીં,તેવી ચેષ્‍ટા કરવી નહીં, તથા ચિત્રો,પ્‍લેકાર્ડ અથવા બીજા પદાર્થ અથવા વસ્‍તુઓ કરવી નહીં

આ આદેશ સરકારશ્રીમાં નોકરી કામ કરતી કોઇ વ્યક્તિ કે જેના ઉપરી અધીકારીએ ફરમા્વયા હોય અથવા આવા કોઇ હથિયાર લઇ જવાની તેમની ફરજ હોય, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ જે તે શારિરીક અશક્તિને કારણે લાઠી લઇ જવાની અથવા શુભ હેતુથી ધંધો કરવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિ, ખેડુતો પોતાની ખેતિકામ માટે ખેતીના ઓઝારો લઇ જવામાં હાડમારી ના થાય તે અને રોજીંદા કામ કરી શકે તે આશયથી ખેડુતો પોતાનાં ઓઝારો ખેતીકામ માટે લઇ જતા હોય તેમને આ હુકમ લાગુ પડશે નહીં, આ જાહેરનામાના કોઇ પણ ખંડનો ભંગ કરનાર અથવા પાલન ન કરવામાં મદદ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૯૫૧ની કલમ ૧૩૫(૧) મુજબ કેદની શિક્ષા અને દંડને પાત્ર થશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!