કાવ્ય સંગ્રહ ભાગ-07 : “હું ભીંજાવું છમ છમ”

કાવ્ય સંગ્રહ ભાગ-07 : “હું ભીંજાવું છમ છમ”
Spread the love

*રીમઝીમ રીમઝીમ વાદળ વરસે…*
*હું ભીંજાવું છમ છમ…*

*ખાબોચિયા બોલ્યા ખભ ખભ…*
*ચમક ચમક વીજળી ચમકે…*
*ગડ ગડ વાદળ ગરજે…*

*વરસાદ આવ્યો સજી-ધજીને…*
*નાચતી નાચતી નીકળી હવા…*

*ખડ ખડ કરતાં ખુલ્યા બારી બારણાં…*
*હવા નીકળી આગળ આગળ…*

*લાવી આંધી આવી આંધી…*
*આવ્યો વંટોળિયો…લાવ્યો ધૂળ-ડમરી*
*ધૂળ ઉડે ફર ફર…*

*ગરદન નમાવી ઉભાં વૃક્ષો…*
*બોલે દેડકો ડ્રાઉં ડ્રાઉં…*

*ચકલી બોલી ચી ચી…*
*હું ભીંજાવું છમ છમ…*

*ગાય બોલી હંભે હંભે…*
*કુતરું બોલ્યું ભાવ ભાવ…*

*હું ભીંજાવું છમ છમ..*
*મમ્મી બોલી આવ આવ…*
*હું બોલ્યો ના ના..*
*ફરી બોલ્યો હા હા..*

*આવ્યો ઘરે થમ થમ…*
*સોટી વાગી છમ છમ…*
*હું ભીંજાવું છમ છમ*

✏લેખક : કિરણ પાડવી વાંસદા

રિપોર્ટ : તુલસી.બોધુ, બનાસકાંઠા
(લોકાર્પણ દૈનિક)

20200728_155414.png

Admin

Tulsibhai

9909969099
Right Click Disabled!