” અમરત્વ *…. દરેક ની આંતર ઈચ્છા !

” અમરત્વ *…. દરેક ની આંતર ઈચ્છા !
Spread the love

અમરત્વ

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ઓછી…થાય આ , જિંદગી ની પળો,
છતાં વધે…કેમ ? ઈંતજાર ની પળો.

આવશે ‘એ’ ! કે કેમ ? નક્કી ન થાય,
મરતાં મરતાં….પણ , એમનેમ…જીવાય.

ફરિયાદો શું કામ ? ને કોની પાસે હવે ?
મનમાં…..જીવો , ને…મનમાં…..મરો હવે.

તટસ્થ શૂન્ય જેમ , છેલ્લે આ જિંદગી,
ૠણ ને ધનમાં, ફેરવાય ઘડી બે ઘડી.

વત્તા – ઑછા , સંખ્યા રેખાની કમાલ..,
નસીબની ડોર થી , ઝૂલે વૃદ્ધ – આબાલ.

મથામણ રહેવા દો , નહિ કોયડો ઉકલે,
બને…..એવું , રસ્તામાં…, ઉતારાય…..છેતરે.

આત્મા રવે , રાખો જીવવાનું હવે ”શિલ્પી’,
પૂજે….દુનિયા ને , મળે અમરત્વ દોસ્તો !!

••••••••••••••••••••••••••••••••••••••••••

 (કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’

sketch1596705276566-2.jpg images-23-1.jpeg images-19-0.jpeg

Admin

Pankaj Darji

9909969099
Right Click Disabled!