” એક સંબંધ અને માનવ મૂલ્ય… અંગે.. મૌલિક રચના.”

” એક સંબંધ અને માનવ મૂલ્ય… અંગે.. મૌલિક રચના.”
Spread the love

” ક્યાં સમજાય છે ?! “

સંબંધો..મપાય છે અહીં, માપ અંકાય છે અહીં,
કિંમતો કયાં થાય છે, માણસ એમનેમ વેચાય છે.

ખરીદનાર..કોણ છે? સવાલ…પેદા થાય છે,
ગ઼ાહકો..બધા હવે, બજારમાં…ઉભરાય છે.

ખરીદીનો…ચસ્કો છે, શોખ…નામ અપાય છે.
વહેંચાય નહિ, વેચાય છે, સત્ય કયાં સમજાય છે.

રકઝક..ને માથાકૂક , કિંમત…કસોકસ થાય છે,
થાકેલા ઉમંગો (માણસો)છેવટે રાહમાં ચગદાય છે.

જિંદગીની…હાટમાં હવે, નનામીઓ વેચાય છે,
મૃત્યુ પણ માગવું પડે, અથઁ કયાં સમજાય છે !?

▶(કવિ) : શ્રી પંકજ દરજી ‘શિલ્પી’

CYMERA_20200623_185327-1.jpg images-24-0.jpeg

Admin

Pankaj Darji

9909969099
Right Click Disabled!