એક નાની વાત : “ગમતા સરનામે ઘર બની જાય એ જ તો જીવન છે”

એક નાની વાત : “ગમતા સરનામે ઘર બની જાય એ જ તો જીવન છે”
Spread the love

હમણાં એક અઠવાડિયા પહેલા હું મારા ગામડે ગયો હતો. ગામડે ગયો ત્યારે મારી મમ્મી અને મોટા બા ઘરની સફાઈ કરી રહ્યા હતા, ત્યારે મેં પણ તેમને મદદ કરવાનું વિચાર્યું અને હું પણ સફાઈ કામમાં લાગી ગયો. સફાઇ દરમ્યાન અમારા “27” વર્ષ જુના કબાટમાંથી મારા બાળપણના કેટલાંક રમકડાં મળી આવ્યા. આ અેજ રમકડાં હતાં જેની સાથે રમતાં હું સ્વર્ગનું સુખ માણતો હતો. અરે ઘરમાં મમ્મી કે પપ્પા વઢ્યાં હોય અથવા સ્કુલમાં સાહેબ બોલ્યા હોય કે મિત્ર સાથે ઝઘડો થયો હોય ત્યારે આ રમકડાં જ હતા જેમ‍ની હૂંફમાં હું આંસુ વહાવી મારું દુુ:ખ હળવું કરતો હતો.

આ રમકડાં એક સમયે જે મારી નાની દુનિયા હતા પરંતુ સમયના વ્હેણમાં મારાથી છુટાં પડી ગયા હતા. આમ અચાનક જડેલાં નાનપણનાં રમકડાં મારી આંખોની ઉદાસી જોઇ બોલ્યાં, “કેમ અલા, બહુ શોખ હતો ને તને મોટાં થવાનો ને?” રમકડાંની વાત સાંભળીને હું હસતાં હસતાં મનમાં બોલ્યો, “દોસ્ત જ્યારથી ‘પરીક્ષાની જિંદગી’ પૂરી થઇ છે, ત્યારથી ‘જિંદગીની પરીક્ષા’ શરુ થઇ છે, થાકીને બેઠો છું હારી ને, નહીં, અને અેક બાજી ગઈ છે, આખી જિંદગી નહીં, આજે તો માત્ર એક તારીખ બદલાશે ખાલી, જીંદગી તો મેરે જાતે જ બદલવી પડશે ને…! પણ સાચું કહું યાર.. ઓછામાં ઓછા શબ્દોમા… મારી સાચી ‘ખુશી’ તો તારી સાથે રમવામાં જ હતી…”

હમણાં સમાચાર મળ્યાં કે ગાંધીનગરમાં વિશ્વનું સૌથી મોટું રમકડાનું મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે ત્યારે આ વાતને સાંભળીને આશ્ચર્ય જરૂર થયું પરંતુ આનંદ પણ થયો કે જે રમકડાં માનવીના બાળપણમાં રમતા રમતા જીવનના અનેક મહત્ત્વના પાઠ ભણાવી જાય છે તે રમકડા અને ભારત સરકાર આટલું આટલું મહત્વ આપી રહી છે. આ રમકડાંનું મ્યુઝિયમ માત્ર બાળકોને જ નહીં પરંતુ મોટેરાંઅોને પણ આકર્ષિત કરશે કેમકે રમવું તો સૌને દરેક વયે ગમતું હોય છે માત્ર રમકડાં બદલાય છે. આપણી આગામી પેઢી ખરેખર નસીબદાર હશે જેમને આ રમકડાના મ્યુઝિયમમાં મ્હાલવા મળશે અને અઢળક રમકડાં સાથે રમવા મળશે. બાળકો હંમેશા રમકડાં સાથે રમતા રમતા પોતાનું ઘર રમકડાંથી ભરેલી સ્વપનિલ દુનિયામાં હોય તેવા શમણાં નિહાળતા હોય છે ત્યારે અેમનું ઘર આવા ગમતા સરનામે છે તેનાથી મોટી વાત તેમના માટે કઇ હશે.

રાજન ત્રિવેદી (કાચી કલમનો કારીગર)

Admin

Admin

9909969099
Right Click Disabled!