5 સપ્ટેમ્બર : ભારતની ગુરૂ-શિષ્ય પરંપરાનો ખાસ દિવસ, જાણો શા માટે ઉજવાય છે Teacher`s Day

5 સપ્ટેમ્બર : ભારતની ગુરૂ-શિષ્ય પરંપરાનો ખાસ દિવસ, જાણો શા માટે ઉજવાય છે Teacher`s Day
Spread the love

યોગેશ પટેલ (અરવલ્લી) આજે શિક્ષક દિવસ (Teacher’s Day) છે. ભારતમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન વર્ષ 1962મા દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. એકવાર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના મિત્રો 5 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ધૂમધામથી મનાવવા ઈચ્છતા હતા. જ્યારે ડો. રાધાકૃષ્ણનને આ જાણકારી મળી તો તેમણે આમ કરતા રોક્યા અને કહ્યું કે, મારો જન્મદિવસ ન ઉજવો પરંતુ શિક્ષકોનું સન્માન કરો. ત્યારથી 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની શરૂઆત થઈ હતી.

આજે શિક્ષક દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશના 47 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરશે. રાષ્ટ્રીય પુરસ્કાર વર્ચ્યુઅલ સમારોહમાં આપવામાં આવશે. એક જમાનામાં ભારત વિશ્વ ગુરૂ હતું, ભારતને ગુરૂઓની ભૂમિ કહેવામાં આવતી હતી. ભારતની ગુરૂ-શિષ્ય પરંપરા વિશ્વભરમાં પ્રસિદ્ધ હતી. પરંતુ ધીમે-ધીમે આ પરંપરા ખોવાઇ ગઈ છે. આજે ભારતને બીજીવાર વિશ્વગુરૂ બનાવવા માટે એકવાર ફરી તે પરંપરાને જીવિત કરવાની જરૂર છે. અહીં તમને તે પણ ખ્યાલ હોવો જોઈએ કે શિક્ષક અને ગુરૂ વચ્ચે શું અંતર હોય છે.

શિક્ષક તમને જાણકારીઓ આપો છે, પરિભાષાઓ સમજાવે છે. તમને વિષયમાં નિષ્ણાંત બનાવવાનો પ્રયાસ કરે છે અને તમારી બૌદ્ધિક ક્ષમતાના આધાર પર અંક આપે છે. પરંતુ એક ગુરૂ તમને જીવનની શિક્ષા આપે છે. તમને સારા વ્યક્તિ બનાવે છે અને જિંદગીની પરીક્ષાઓમાં પાસ કે ફેલ થવાના આધાર પર તમારી આકરણી કરતા નથી. ગુરૂ પાસે જતા શિષ્યો એક નવુ રૂપ ધારણ કરીને પરત ફરે છે કારણ કે ગુરૂ પહેલા આપણનું ભૂલાવીને નવું નિર્માણ કરે છે. તેથી ગુરૂ જ સમાજના વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. એટલે જ તો કહેવાનું મન થાય” ગુરૂ બિન જ્ઞાન ન ઉપજે, ગુરૂ બિન મિલે ન મોક્ષ, ગુરૂ બિન લખે ન સત્યકો, ગુરૂ બિન મિટે ન દોષ.”

Screenshot_20200905_110103.jpg

Admin

Yogesh Patel

9909969099
Right Click Disabled!