” માઝમરાત….એક કાળી ભયંકર મેઘલી રાત !”

” માઝમરાત….એક કાળી ભયંકર મેઘલી રાત !”
Spread the love

માઝમરાત હતી ને….
મુસાફર બની નીકળ્યો હું !

માતમ હતો કે મહેક હતી એ…
નક્કી ન કરી શક્યો હું !

વિચાર વંટોળે , અશ્વ નીકળ્યો..
પણ , રાહ ન કળી શક્યો હું !

સવાર પડશે ? કે લંબાશે રાત..
એ ગડમથલમાં પડ્યો હું !

આયખું છે મારું, નિશ્ચિત હે..રાત !
પણ કેટલું ? ન જાણી શક્યો હું !

ઊતરીશ રાતને પેલે પાર ? ‘શિલ્પી’..
કે, સવાર ની વાત નીકળીશ હું !?

(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’

images-35-2.jpeg sketch1596706639571-1.jpg images-36-0.jpeg

Admin

Pankaj Darji

9909969099
Right Click Disabled!